અમદાવાદ:ગુજરાતવાસીઓને હજુ ચાર દિવસ ઘરની બહાર જતી વખતે છત્રી લઈને નીકળવું પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત્ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના વિસ્તારો ભીંજાશે:હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર પવનની ગતિમાં વધારો થતાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 4 અને 5 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 4 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે.
92 ટકા વરસાદ:ગુજરાતમાં અત્યાર સુધી 92% જેટલો વરસાદ પડી ચૂક્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, ઉત્તર ગુજરાત તરફ એર સાઇક્લોનિક એર સર્ક્યુલેશન બનશે. જેના કારણે સમગ્ર ગુજરાતમાં અસર જોવા મળશે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદ પડી શકે છે.
આજે ક્યાં પડશે વરસાદ?:આજે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા અને પંચમહાલમાં વરસાદની સંભાવના છે. આજે દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
દેશમાં વરસાદી માહોલ: આગામી ચાર દિવસ સુધી દેશના 10 રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશના ઉત્તર પશ્ચિમમાં બુધવારથી ઘણા રાજ્યોમાં ફરી વરસાદ શરૂ થયો છે. હિમાચલ, પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડ સહિત ઉત્તર પશ્ચિમ ભારતના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
- Weather Forecast: 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ઓડિશાના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ
- Kutch Kharif Crop Planting : જિલ્લામાં 83.04 ટકા હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર, જાણો કયા પાકનું કેટલા હેક્ટરમાં વાવેતર