ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Weather : ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના, તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ - Fishermen safety

અરબી સમુદ્ર પર સર્જાયેલ ડીપ્રેશન આગામી 12 કલાકમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ જશે. જેને કારણે ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાની સંભાવના સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા માછીમારો માટે જરુરી સૂૂચનો આપવામાં આવ્યા છે. 7 જૂનની રાતે 80-90 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુસાર વાવાઝોડા પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

Gujarat Weather : ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના, તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ
Gujarat Weather : ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના, તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ

By

Published : Jun 6, 2023, 5:21 PM IST

Updated : Jun 6, 2023, 6:26 PM IST

તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ

અમદાવાદ:અરબી સમુદ્ર પર સર્જાયેલ ડીપ્રેશન આગામી 12 કલાકમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ જશે. જેને કારણે ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાની સંભાવના સર્જાઈ છે. ગુજરાતના તમામ પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગના લેટેસ્ટ રીપોર્ટ અનુસાર વાવાઝોડા પર સતત ચાંપતી નજર છે.

ગુજરાતમાં આગામી 3 દિવસ વાતાવરણ સૂકું રહશે. પરંતુ આગામી 9 અને 10 જૂન વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભાવનગર અને અમરેલીમાં વરસાદની સંભાવના છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થશે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે. આગામી 12 કલાક બાદ વાવાઝોડું બનવાની સંભાવના છે. દરિયામાં ભારે મોજા આવતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે. પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. - હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી

અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન: દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર ડીપ્રેશન હવે આગામી 12 કલાકમાં જ ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ જશે. તે આગામી 24 કલાક બાદ સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થશે. અને 8 જૂન આસપાસ આ વાવાઝોડુ સીવીયર સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થઈ શકે છે. જેને પગલે દરિયામાં તોફાન સાથે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે. સાયક્લોનને કારણે સાવચેતીના ભાગરૂપે ગુજરાતના તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.બીજી તરફ વરસાદ અને થન્ડરસ્ટ્રોમ અંગે પણ હવામાન વિભાગે આગાહી કરી છે.

અરબી સમુદ્ર

હવામાન વિભાગની આગાહી: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે ડીપ્રેશન સર્જાયું છે. હવામાન વિભાગની સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનની મુવમેન્ટ ઉત્તર તરફ રહેશે. તેની સાથે તે આજે 6 જૂનને મંગળવાર સાંજ સુધીમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ જવાની શક્યતા છે. આ ડીપ્રેશન પોરબંદરથી દક્ષિણમાં 1160 કિલોમીટર દૂર છે અને કરાંચીથી 1520 કિલોમીટર દૂર સક્રિય છે. ગોવાથી 920 કિલોમીટર અને મુંબઈથી 1120 કિલોમીટર દૂર છે. હવે આ સાયક્લોન ગુજરાતના દરિયાકિનારે ત્રાટકશે કે બીજી અન્ય જગ્યાએ તેના પર હવામાન વિભાગની ચાંપતી નજર છે. અને વખતોવખત હવામાન વિભાગ જાણ કરશે.

ભારે પવન

દરિયો તોફાની રહેશે: પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને તેને અડીને આવેલા દક્ષિણ અરબી સમુદ્ર પર આજ રાતથી મોજા ઊંચા ઉછળશે. તેમજ કેરળ, કર્ણાટક, ગોવા, લક્ષદ્વીપ અને માલદીવના દરિયાકિનારાના વિસ્તારો તેમજ દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રની નજીકના વિસ્તારોમાં દરિયો તોફાની રહેવાની શક્યતા છે.

માછીમારો માટે સૂચના: ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારો માટે કોઈ ચેતવણી આપવામાં આવી નથી. પરંતુ બીજી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા જણાવાયું હતું. મધ્ય અરબી સમુદ્રમાં માછીમારી કરવા જવાનું સાહસ ન કરે. માછીમારી કરવા ગયા હોય તો 7 જૂન સુધીમાં પરત આવી જવા સૂચના આપી હતી.

ભારે પવન ફુંકાશે:આગામી 24 કલાકમાં પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રની આસપાસના વિસ્તારોમાં પ્રતિ કલાકે 65-75 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તે જ વિસ્તારોમાં 7 જૂનની રાતે 80-90 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને વધીને 100 કિમીની ઝડપ સુધી જાય તેવી સંભાવના છે. કેરળની આસપાસના વિસ્તારોમાં 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તેમજ કર્ણાટક-ગોવા દરિયાકિનારે પણ 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

  1. Gujarat Monsoon : ગુજરાતમાં ચોમાસું દસ દિવસ પડી શકે છે મોડું, જૂઓ શા માટે
  2. વાવાઝોડા પહેલા જ અસાની મચાવી રહ્યું છે તોફાન, જૂઓ વીડિયો
Last Updated : Jun 6, 2023, 6:26 PM IST

ABOUT THE AUTHOR

...view details