- વિરમગામ નગરપાલિકાની 36 બેઠક માટેનું મતદાન શરૂ
- સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું
- બુથ મથકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
વિરમગામ નગરપાલિકાની 36 બેઠકો માટે મતદાન શરૂ
અમદાવાદના વિરમગામ નગરપાલિકાની 36 બેઠક માટે અલગ- અલગ મતદાન મથક પર મતદાન શરૂ થયું છે. સવારે 7 વાગ્યે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ મતદાતાઓની પાંખી હાજરી જોવા મળી હતી.
સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું
અમદાવાદઃ વિરમગામ નગરપાલિકાની 36 બેઠક માટે મતદાન વહેલી સવારથી શરૂ કરવામાં આવ્યું હતું. અલગ-અલગ સ્થળોએ મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, સવારે મતદાતાઓની પાંખી હાજરી જોવા મળી હતી. મતદાન મથક ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ સેનેટાઈઝર, માસ્ક અને હેન્ડ ગ્લવ્સની પણ બુથ ઉપર વ્યવસ્થા કરવામાં આવી હતી. વિરમગામ નગરપાલિકાની 36 બેઠકો માટેનું મતદાન વહેલી સવારે 7 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું.