કોબા ગામ ખાતે સરપંચ યોગેશભાઈ અને ગ્રામજનો દ્વારા 2019 લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે અંગે જાગૃતિ માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
જુઓ, એક અનોખો મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો - ahemadabad
અમદાવાદ: 2019 લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરાવી શકાય તે હેતુથી કોબા ગામમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોને માળાઓ અને પાણીના કુંડાઓ આપી અને મતદાન જાગૃતિ માટેની અપીલ કરી હતી.
મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમ અનુસાર ઘરે ઘરે જઈ ચકલીના માળા અને પક્ષીઓને પીવાના પાણીના કુંડા વિતરણ કરી અને 23મી એપ્રિલના રોજ થનાર ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી.