અમદાવાદઃસમગ્ર દેશમાં 25 જાન્યુઆરીએ હિન્દી ફિલ્મના અભિનેતા શાહરૂખ ખાનની 'પઠાણ' ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે હવે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી એક સારા સમાચાર આવ્યા છે. હવે VHPએ આ ફિલ્મનો વિરોધ ન કરવાનો નિર્ણય કર્યો છે. એટલે હવે આ ફિલ્મના ચાહકો હવે શાંતિથી સિનેમાઘરોમાં જઈને ફિલ્મની મજા માણી શકશે.
આ પણ વાંચોબજરંગ દળે આલ્ફા મોલમાં પઠાન ફિલ્મના વિરોધમાં કરી તોડફોડ, પોસ્ટર ફાડી નાખ્યા
VHPએ કરી અપીલઃVHPએ જણાવ્યું હતું કે, હવે ગુજરાતમાં આ ફિલ્મનો વિરોધ કરાશે નહીં. આ ફિલ્મના વિરોધ પછી ફિલ્મમાંથી અશ્લિલ ગીતો, અભદ્ર શબ્દો હટાવી દેવામાં આવ્યા છે. તેમ જ હવે આગામી સમયમાં પણ કોઈ આવા પ્રકારની વાંધાજનક સામગ્રી ફિલ્મોમાં ન મૂકવામાં આવે તેવી અપીલ કરવામાં આવે છે.
આ પણ વાંચોPathan Movie Release: PM મોદી રાજ્ય ગુજરાતમાં જ પઠાણ ફિલ્મની રિલીઝ માટે સુરક્ષાની કરાઈ માંગ
ફિલ્મમાં લગાવાયા અનેક કટઃ ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ જ્યારથી પહેલું ગીત રિલીઝ થયું હતું. ત્યારથી ચર્ચામાં હતી. ત્યારબાદ વીએચપીએ સમગ્ર દેશમાં વિરોધ પણ કર્યો હતો. ઉપરાંત કેટલાક થિએટર્સમાં તો તોડફોડ પણ કરી હતી. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આ ફિલ્મ અંગે સેન્સર બોર્ડને અરજી કરી હતી, જેના કારણે ફિલ્મમાં 40 જેટલા કટ મારવામાં આવ્યા છે.
આવા વિરોધ ફિલ્મને પ્રમોશન મળ્યું છેઃવિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ મહાપ્રધાન અશોક રાવલે જણાવ્યું હતું કે, આ વિરોધ ફિલ્મનો નહતો, પરંતુ એક માનસિકતાનો વિરોધ હતો. આવી પહેલા પણ ફિલ્મો આવી ગઈ છે, જેના કારણે વિરોધ થયો છે. ફિલ્મને તેના કારણે પ્રમોશન પણ મળ્યું છે, જે યોગ્ય નથી. આવા વિરોધથી રાષ્ટ્ર અને સમાજને નુકસાન થાય છે. હિન્દુત્વને પણ નુકસાન થાય છે.
ભૂલો સુધારવામાં આવીઃવધુમા તેમણે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં અશ્લીલ ચિત્રના કારણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. આ ફિલ્મ નહીં ચલાવવામાં આવે તેઓ નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ અમારી રજૂઆત પછી સેન્સર બોર્ડને નવો પરિપત્ર જાહેર કરીને આ ફિલ્મમાં 40 જેટલી ભૂલો હતી. તેમાં સુધારો કરીને નવો ઓર્ડર જાહેર કર્યો છે. એટલે હવે અમે આનો વિરોધ નહીં કરીએ.