અમદાવાદ : 12માં ફોરેન્સિક સાઇકોલોજી દિનની ઉજવણીના ભાગરૂપે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે એક્સપાન્ડિંગ હોરાઇઝન્સ ઓફ ફોરેન્સિક સાઇકોલોજી (Expanding Horizons of Forensic Psychology) વિષય ઉપર વર્ચ્યૂઅલ માધ્યમથી પરિસંવાદ 21મી જાન્યુઆરી, 2022ના રોજ યોજાયો હતો. જેમાં, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (National Forensic Sciences University), ગાંધીનગરના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે અધ્યક્ષીય વક્તવ્ય આપ્યું હતું.
ફોરેન્સિક સાઇકોલોજી દિનની ઉજવણીના ભાગરૂપે તજજ્ઞીય વિશેષ વિચાર
આ પરિસંવાદમાં જાણીતા વક્તા, ન્યાયાધીશ મેલ ફ્લેનેગન, પૂર્વ સર્કિટ જજ અને એજન્ક્ટ પ્રોફેસર, વિસ્કોન્સિન યુનિવર્સિટી, USA દ્વારા 'ઈમ્પ્લિસિટ બાયસ એન્ડ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન' વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. જ્યારે પ્રતિષ્ઠિત વક્તા, ડૉ. હેન્સ લીઓ ટ્યુલિંગ્સ, સીઇઓ, ન્યુરોસ્ક્રિપ્ટ, યુએસએ દ્વારા ‘ફોરેન્સિક સાયકોલોજિકલ પ્રોફાઇલિંગ યુઝિંગ હેન્ડરાઇટિંગ મુવમેન્ટ’ વિષય ઉપર તજજ્ઞીય (Seminar on Forensic Psychology Day) વિચારો રજૂ થયા હતા.
ફોરેન્સિક સાઇકોલોજી ગુનાની તપાસ અને ગુના અટકાવવામાં અત્યંત ઉપયોગી: ડૉ. વ્યાસ
ડૉ. જે.એમ. વ્યાસે અધ્યક્ષીય વક્તવ્યમાં જણાવ્યું કે, ફોરેન્સિક સાઇકોલોજી ગુનાની તપાસ (Forensic Psychology Crime Investigation) અને ગુનાને અટકાવવામાં ખૂબ જ ઉપયોગી છે. ફોરેન્સિક સાઇકોલોજિકલ મેથડ્સ દ્વારા માત્ર ગુનેગારોની ઓળખ જ નથી થતી, પરંતુ નિર્દોષ વ્યક્તિને પણ સજામાંથી બચાવી શકાય છે. માટે જ કાયદા અમલીકરણ એજન્સી(લો એન્ફોર્સમેન્ટ એજન્સી) દ્વારા ગુનાની તપાસ અને શોધમાં ફોરેન્સિક સાઇકોલોજિકલ મેથડ્સનો નિયમિતપણે ઉપયોગ કરવામાં આવે છે.
ફોરેન્સિક સાઇકોલોજિકલ 70થી વધુ દેશોમાં તાલીમઆપી
ડૉ. વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, NFSU દ્વારા આ વર્ષે 12મા ફોરેન્સિક સાયકોલોજી દિનની (Forensic Psychology Day) ઉજવણી થઈ રહી છે. NFSUએ અત્યાર સુધીમાં 70થી વધુ દેશોના કાયદા અમલીકરણ અધિકારીઓને વિવિધ ફોરેન્સિક સાઇકોલોજિકલ પદ્ધતિઓની તાલીમ (Training in forensic psychological methods) આપી છે. મનોવિજ્ઞાનની આ શાખામાં, ક્લિનિકલ સાયકોલોજીનો ઉપયોગ ગુનેગારોના પુનર્વસન માટે પણ થાય છે. જ્યારે ફોરેન્સિક સાયકોલોજીનો ઉપયોગ મુખ્યત્વે ગુનાની તપાસ અને ગુના નિવારણ માટે થાય છે.
ફોરેન્સિક સાઇકોલોજીની વિશેષતા
ડૉ. જે. એમ વ્યાસે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ફોરેન્સિક સાઇકોલોજીની વિશેષતા (Specialization in Forensic Psychology) એ છે કે પુરાવાના અભાવમાં ફોરેન્સિક સાઇકોલોજિકલ મેથડ્સ અનેક કેસોને ઉકેલવામાં મદદરૂપ બની રહે છે. ઉદાહરણ તરીકે, એક વર્ષ કે બે-ત્રણ વર્ષ અગાઉ થયેલા ગુનાઓમાં તપાસ અધિકારીઓને ક્રાઇમ સીન ઉપરથી સજ્જડ પુરાવા ન મળે તેવા અનેક કિસ્સાઓમાં ફોરેન્સિક સાઇકોલોજિકલ મેથડ્સ ગુનાની શોધમાં મદદગાર બને છે.