અમદાવાદઃએસટી વિભાગ દ્વારા (Gujarat ST Department )મુસાફરોની સવલત વધે અને કામગીરીને યોગ્ય ન્યાય મળે સાથે જ કોઈપણ કર્મચારી ગેરરીતિ ના કરે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.એસટી વિભાગની વિજિલન્સ ટીમ(Convenience of passengers by ST department ) હોય છે, જેના દ્વારા સતત ચેકીંગ કરવામાં આવે છે. જો નિગમનો કોઈ કર્મચારી ગેરરીતિમાં પકડાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં દંડની રકમ વસૂલવાથી માંડીને ઇન્ક્રીમેન્ટ રોકવા સુધીની જોગવાઈ છે. કેટલો મોટો ગુન્હો છે, તે મુજબ નક્કી કરીને કાર્યવાહી કરવામાં આવે છે.
વિજિલન્સ દ્વારા અધધ બસ ચેક કરાઈ
નિગમની વિજિલન્સ ટિમ દ્વારા કરવામાં આવેલી કામગીરીની જો વાત કરવામાં આવે તો છેલ્લા 1 વર્ષમાં કુલ 3,82,469 ટ્રીપ ચેક કરવામાં આવી છે. 3,78,836 રૂટ ચેક કરવામાં આવ્યા છે. એટલે કે દરરોજની અંદાજીત 1 હજાર જેટલી બસ ચેક કરવામાં આવી રહી છે.જેમાં એફસીના 443 કેસ કરવામાં આવ્યા છે. એફસી એટલે કે મુસાફર પાસેથી પૈસા લઈ લેવામાં આવ્યા હોય. પરંતુ ટિકિટના આપવામાં આવી ન હોય જેના દંડ પેટે 25,121 રૂપિયાદંડ વસુલવામાં આવ્યો છે.