બીનખાદ્ય ,પેકેજીંગ, લાયયન્સ અને રજીટ્રેશન વગરના એકમો સીલ કરાયા જેમાં પૂર્વ વિસ્તારમાં ૩ એકમો સીલ કરવામાં આવ્યા હતા.જેમાં બ્રહ્માણી ફરસાણ ઈન્ડીયા કોલોની, પટેલ ડેરી(છાસવાલા) ,ઈન્ડિયા કોલોની, લચ્છુ દાલબાટીને સીલ કરવામાં આવ્યા હતા. તેમજ બીજા એકમો પાસેથી કુલ 38,800 નો વહિવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવ્યો હતો.
આરોગ્ય વિભાગ દ્વારા કડક ચેકિંગની સાથે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઇ - Gujarati News
અમદાવાદઃ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શુક્રવારે અલગ અલગ વિસ્તારોમાં કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નીતિ નિયમો તોડનાર વેપારીઓ પર દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા કડક ચેકિંગની સાથે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઇ
હેલ્થ વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પેકેજ ડ્રિંકિંગ બોટલના 8 બેવરેજીસના 10 જ્યુસના 3 આઈસ્ક્રીમના 5 સહિત અન્ય 16 સેમ્પલો લેવામાં આવ્યા છે.જેને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.