ગુજરાત

gujarat

ETV Bharat / state

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022: જર્મન અને ડચ ડેલિગેટ્સને દર્શાવાઈ ધોલેરામાં રોકાણની તકો - Dholera Industrial City

ગુજરાતમાં મૂડીરોકાણ (investment in gujarat)ને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે 24 નવેમ્બરના રોજ જર્મન અને ડચ ડેલિગેટ્સને(german and dutch delegates) વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના(vibrant gujarat global summit 2022) ભાગરૂપે યોજાયેલા એક વર્ચ્યુઅલ રોડ શોમાં(virtual road show) ધોલેરામાં મૂડીરોકાણ માટેની અનોખી તકો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022: જર્મન અને ડચ ડેલિગેટ્સને દર્શાવાઈ ધોલેરામાં રોકાણની તકો
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022: જર્મન અને ડચ ડેલિગેટ્સને દર્શાવાઈ ધોલેરામાં રોકાણની તકો

By

Published : Nov 25, 2021, 7:34 AM IST

  • જર્મન અને ડચ ડેલિગેટ્સને દર્શાવાઈ ધોલેરામાં રોકાણની તકો
  • ધોલેરામાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના ભાગરૂપે વર્ચ્યુઅલ રોડ શો
  • ધોલેરામાં મૂડીરોકાણ માટેની અનોખી તકો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા

અમદાવાદ:ગુજરાતમાં મૂડીરોકાણને(investment in gujarat) પ્રોત્સાહન આપવાના ભાગરૂપે 24 નવેમ્બરના રોજ જર્મન અને ડચ ડેલિગેટ્સને(german and dutch delegates) વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના(vibrant gujarat global summit 2022) ભાગરૂપે યોજાયેલા એક વર્ચ્યુઅલ રોડ શો(virtual road show) અને પરામર્શ બેઠકમાં(consultation meeting)માં ધોલેરામાં મૂડીરોકાણ માટેની અનોખી તકો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ રોડ શોમાં ધોલેરાની અનોખી વિશેષ લાક્ષણિકતાઓ, બિઝનેસ અને મૂડીરોકાણની તકો વગેરે દર્શાવીને રોકાણકારોને આ ગ્રીનફીલ્ડ ઈન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટીમાં(greenfield industrial smart city)મૂડીરોકાણના લાભ અને તકો અંગે ઊંડી સમજ આપવામાં આવી હતી.

જર્મન અને ડચ કંપનીઓને મૂડીરોકાણ માટે ધોલેરા પર્ફેક્ટ સ્થળ

સચિવ, ગ્રામ વિકાસ અને ગ્રામ વિકાસ કમિશ્નર સોનલ મિશ્રા-IASની(development commissioner Sonal Mishra IAS) આગેવાની હેઠળ ઉદ્યોગજગતના અગ્રણીઓએ ગુજરાતમાં રહેલી મૂડીરોકાણની અનોખી તકો અંગે માહિતી આપી હતી. ઉપરાંત સહાયકારી નીતિઓ (supportive policies) વિવિધ ક્ષેત્રોમાં આગેવાની, ભવિષ્યલક્ષી માળખાકિય સુવિધાઓ અને રાજ્યના સક્રિય શાસન જેવા પાસાં દર્શાવીને જર્મન અને ડચ કંપનીઓને મૂડીરોકાણ માટે ધોલેરા એક પર્ફેક્ટ સ્થળ હોવા અંગે માહિતી આપવામાં આવી હતી.

ધોલેરામાં ઓછો વીજ દર

એક એકરથી માંડીને 330 એકરમાં પર્યાવરણની વ્યાપક મંજૂરી, પ્લગ એન્ડ પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ રોડ, રેલવે, વાયુ અને સમુદ્ર માર્ગે સીધી કનેક્ટિવિટી ઓફર કરતા ધોલેરામાં ભારતના સમગ્ર ઔદ્યોગિક વિસ્તારોની તુલનામાં ઓછામાં ઓછો વીજ દર હોવાથી ધોલેરા અંગે નેધરલેન્ડના નાના અને મધ્યમ કદના એકમો તેમજ જર્મન ઈન્ફ્રાટેક કંપનીઓને જંગી લેન્ડ પાર્સલ્સની ઉપલબ્ધિ દર્શાવીને ડેલિગેટ્સને જાતે આવી ધોલેરા સ્માર્ટ સિટીની મુલાકાત લઈ વિવિધ તકો અંગે માહિતી મેળવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ધોલેરા વિકાસની તકો અને પડકારો માટે કટિબદ્ધ

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 અંગે વર્ચ્યુઅલ રોડ શો અને ચર્ચામાં વાત કરતાં ધોલેરા ઈન્ડસ્ટ્રિયલ સિટી(Dholera Industrial City) ડેવલપમેન્ટ લિમિટેડના જનરલ મેનેજર દિલીપ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, "ધોલેરા જંગી ઔદ્યોગિક વિકાસ માટેની તમામ તકો અને પડકારો માટે કટિબદ્ધ છે. ધોલેરા મજબૂત અને કાર્યક્ષમ ઈન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી તરીકે સતત વિકસી રહ્યું છે અને ત્યાં વ્યાપક ICT અને અદ્યતન માળખાકિય સુવિધાઓ ઉપલબ્ધ છે."

જર્મની ભારતના મહત્વના ટ્રેડિંગ પાર્ટનર્સમાંથી એક

આ ઉપરાંત જર્મની અને નેધરલેન્ડની કંપનીઓને ધોલેરામાં મૂડીરોકાણ કઈ રીતે વિકસી રહ્યું છે તે સમજવા માટે રૂબરૂ આવવા આમંત્રણ આપ્યું હતું. ભારતની એલચી કચેરીના ડેપ્યુટી ચીફ ઓફ મિશન રચિતા ભંડારીએ જર્મનીને ભારતના મહત્વના ટ્રેડિંગ પાર્ટનર્સમાંના એક તરીકે ઓળખાવ્યું હતું અને VGGS-2022ના પાર્ટનર કન્ટ્રી તરીકે નેધરલેન્ડનો ઉલ્લેખ કર્યો હતો.

'મેક ઈન ઈન્ડિયા' અંગે જાણકારી આપવામાં આવી

ઈન્વેસ્ટ ઈન્ડિયાના આસિ. વાઈસ પ્રેસિડેન્ટ જયંત સિંઘે 'મેક ઈન ઈન્ડિયા'(Make in India) પહેલ અંગે જાણકારી આપી હતી અને તેના 25 ફોકસ કેન્દ્રો અંગે જણાવીને ભારતમાં મૂડીરોકાણ અંગેની વિવિધ પહેલ પ્રદર્શિત કરી હતી. વર્ચ્યુઅલ રોડ શોમાં DGM-ગિફ્ટ સિટી સંદિપ શાહ, શોટ્ટ ગ્લાસ ઈન્ડિયા પ્રા.લિ.ના મેનેજીંગ ડિરેક્ટર- પવનકુમાર શુક્લ, સુઝલોન એનર્જીના વાઈસ પ્રેસિડેન્ટ- ડૉ. આલોક દાસ, નેધરલેન્ડ ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ટ્રેડના ચેરપર્સન- એડીથ નોર્ડમેન, NDDBના ચેરમેન- મિનેષ શાહ, આર્થિક બાબતોના મંત્રાલય- નેધરલેન્ડ્ઝ એન્ટરપ્રાઈઝ એજન્સીના ટ્રેડ એડવાઈઝર- શાંતિ પ્રહલાદ સિંઘ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના જનરલ મેનેજર- શરદ સારંગધરન સહિત વક્તાઓ સામેલ થયા હતા.

આ પણ વાંચોઃ NASAએ એસ્ટરોઇડથી પૃથ્વીની સુરક્ષાને ચકાસવા માટે લોન્ચ કર્યું અવકાશયાન

આ પણ વાંચોઃ Cryptocurrency Regulation Bill : સંસદના શિયાળુ સત્રમાં નિયમન અંગે બિલ લાવશે સરકાર

ABOUT THE AUTHOR

...view details