રેમો ડિસોઝા અને વરુણ ધવનની જોડી હવે સ્ટ્રીટ ડાન્સ થ્રીડીમાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં વરુણની સાથે શ્રદ્ધા કપૂર, પ્રભુદેવા અને નોરા ફતેહ અલી છે. વરુણે આ ડાન્સ ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે, ભાવ અનુભવ્યા વગર ડાન્સ કરવો અશક્ય છે. સ્ટ્રીટ ડાન્સર માટે મેં શીખ વેલફેર એન્ડ અવેરનેસ ટીમ (સ્વેટ)નો વિડિયો જોયો હતો. તેઓ વિસ્થાપિતોને મદદરૂપ થાય છે. એબીસીડી -ટુ ડાન્સ ગ્રુપ પર આધારિત છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વરૂણ ધવન, શ્રદ્ધા કપૂરે પતંગ ચગાવ્યાં - બોલિવૂડ
અમદાવાદઃ ગુજરાત ટુરિઝમ દ્વારા અમદાવાદમાં ચાલી રહેલાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બોલિવૂડ કલાકારોનું આગવું આકર્ષણ ભળ્યું હતું. બોલિવૂડ ફિલ્મ સ્ટાર વરુણ ધવન, શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહ અલી રિવરફ્રન્ટ પર આવી પહોંચતાં જ ચાહકોએ આવકાર આપતાં ગગન ગજાવ્યું હતું. ફિલ્મ કલાકારોએ તેમની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરનો પતંગ ચગાવ્યો હતો. આ ફિલ્મના પ્રમોશન માટે સ્ટ્રીટ ડાન્સરની સ્ટારકાસ્ટ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા પહોંચી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં
પતંગ મહોત્સવમાં વરૂણ ધવન, શ્રદ્ધા કપૂરે પતંગ ચગાવ્યાં
બોલિવૂડ સ્ટાર્સને પોતાની સાથે નિહાળીને અમદાવાદીઓએ ચીયર અપ કરતાં ગગન ગજાવી મૂક્યું હતું. સાથે જ વરુણ ધવન, શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સાથે સેલ્ફી લેવા તેમ જ ફોટો પડાવવા ચાહકોએ ધસારો કરી મૂક્યો હતો. બોલિવૂડ સ્ટાર્સે ગુજરાતીમાં કેમ છો જેવા સંવાદ સાથે અમદાવાદીઓ સાથે પોતાની અપકમિંગ મૂવી વિશે વિગતે અનુભવો પણ શેર કર્યાં હતાં.
આપને જણાવીએ આજેજ આ ફિલ્મ સ્ટાર્સ આજે સાંજે યોજાનાર ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ સમારોહમાં પણ ભાગ લેવાના છે..