અમદાવાદઃ વેલેન્ટાઈન ડેની ઉજવણી યુવક-યુવતીઓ અલગ-અલગ રીતે કરે છે. ત્યારે ભવન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વીર શહિદ જવાનોને યાદ કરી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. પુલવામાં થયેલા આતંકી હુમલાને યાદ કરી આજના દિવસને વેલેન્ટાઈન ડેની જગ્યાએ બ્લેક ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. વિદ્યાર્થીઓએ યોગા અને "આઈ લવ ભારત"ના બેનર સાથે સેલ્ફી અને સિગ્નેચર કરી હતી.
અમદાવાદની ભવન્સ કોલેજમાં વેલેન્ટાઈન ડેની અલગ રીતે થઈ ઉજવણી - Ahmedabad news
અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં આવેલ ભવન્સ કોલેજમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કઈક અલગ જ રીતે થઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા યોગા અને આઈ લવ ભારતનો કાર્યક્રમ કરી વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓએ ફિટ ઇન્ડિયાને પ્રોત્સાહન આપી યોગા કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
અમદાવાદ
ભવન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાવિન પ્રજાપતિનું જણાવું છે કે વેલેન્ટાઈન ડેને છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ અલગ જ રીતે ઉજવણી કરવાનું નક્કી કરતા હોય છે. જેમાં આ વર્ષે ફિટ ઇન્ડિયા મુવમેટ પર ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું.