વડોદરા: માણેજા વિસ્તારમાં આવેલા જીજી માતાના મંદિર નજીક આવેલા બેકરી સ્વાર એપાર્ટમેન્ટના 5માં માળે 33 વર્ષીય ઈશા દેસાઇ નામની મહિલા તેની માતા સાથે રહેતી હતી. ઘરે રહીને ટુર્સ અને ટ્રવેલ્સનું કામ કરીને ગુજરાન ચલાવનારી ઈશા નિવૃત શિક્ષક હતી. ઇશાની મુલાકાત મહારાષ્ટ્રીયન યુવક સાથે થતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા ઇશાએ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારબાદ યુવક ઇશાના ઘરે જ રહેતો હતો.
વડોદરામાં 3 સંતાનોની માતાએ પ્રેમમાં નિષ્ફળ જતા ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી - vadodara police
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલા બેકરી સ્વાર એપાર્ટમેન્ટમાં રહેતી 3 સંતાનોની માતાએ પ્રેમમાં નિષ્ફળ જતા ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. મકરપુરા પોલીસે મહિલાનો મોબાઇલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
લગ્નજીવન દરમિયાન ઈશા 3 સંતાનોની માતા બની હતી. જો કે ઈશા અને તેના પતિ વચ્ચે અવારનવાર ગૃહ ક્લેશ થતો હતો. જેને લઇ બંને વચ્ચે છૂટાછેડા થયા હતા અને ત્યારબાદ ઇશા 3 સંતાનો અને માતા સાથે રહેતી હતી. આ દરમિયાન ઈશાની મુલાકાત ચેન્નાઇના યુવાન સાથે થઈ હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. મંગળવારે ઈશા અને યુવાન સાથે મોબાઇલ ફોન પર વાત થઇ રહી હતી. તે દરમિયાન યુવાન પરિણીત હોવાનું ઈશાને લાગ્યું હતું. જેથી ઇશાએ ચાલુ ફોન પર પોતાના રૂમમાં જઈ રૂમ અંદરથી બંધ કરી દીધો હતો. કલાકો બાદ રૂમ નહીં ખુલતા ઇશાની માતાએ સુથારને બોલાવીને દરવાજો ખોલતા ઈશાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ અંગે પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી ઇશાનો ફોન કબ્જે કર્યો હતો. કયા કારણોસર તેમણે આત્મહત્યા કરી છે. તે અંગે આગળની તપાસ હાથ ધરી છે.