ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં દિવ્યાંગો માટે અંધજન મંડળ ખાતે કોર્પોરેશનના સહયોગથી યોજાયો વેક્સીનેશન કેમ્પ - Vaccination Camp

કોરોના મહામારીમાં રસીકરણ જ એકમાત્ર ઉપાય છે અને રાજ્યમાં યુદ્ધના ધોરણે રસીકરણ કરવામાં આવી રહ્યુ છે. આ રસીકરણમાં દિવ્યાંગોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તેઓ માટે અમદાવામાં અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

xxx
અમદાવાદમાં દિવ્યાંગો માટે અંધજન મંડળ ખાતે કોર્પોરેશનના સહયોગથી યોજાયો વેક્સીનેશન કેમ્પ

By

Published : Jun 12, 2021, 7:29 PM IST

  • કોરોનાનો એક માત્ર ઈલાજ કોરોનાની રસી
  • અમદાવાદમાં દિવ્યાંગો માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
  • 400 દિવ્યાગાંને રસી આપવાનું લક્ષ્ય

અમદાવાદ; કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય વેકસીન છે. દરેક વ્યક્તિ સુધી વેકસીન પહોંચે તેને લઈને દેશની કોર્ટો પણ સરકારને ટીપ્પણી કરી રહી છે. આવા સમયે દિવ્યાંગોને પણ વેકસીન મળે અને તેમને લાઈનમાં ઉભા રહેવાની તકલીફમાંથી મુક્તિ મળે તેવા આશયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અંધજન મંડળના સહયોગથી બ્લાઇન્ડ પીપલ એસોસિએશન, વસ્ત્રાપુર ખાતે આજે દિવ્યાંગો માટે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વગર કોઈ ચાર્જે રસી આપવામાં આવે છે

આ પ્રકારનો વેક્સિનેશન કેમ્પ દિવ્યાંગો માટે યોજાયેલ ભારતનો પ્રથમ વેકસીનેશન કેમ્પ છે. અહીં દિવ્યાંગો પાસે વેકસીન લેવા માટે કોઈપણ પ્રકારની રકમ લેવામાં થતી નથી. દિવ્યાંગ વ્યક્તિ પોતાના વાહન ઉપર આવે તે સાથે જ સીધુ રજીસ્ટ્રેશન થાય છે અને તેને રસી આપવામાં આવે છે. રસી મળ્યા બાદ તેમને 15 મિનિટથી 30 મિનિટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. સાથે જ ચા-નાસ્તો પણ આપવામાં આવે છે. તે સ્વસ્થ લાગે ત્યારબાદ જ તેને સ્થળ છોડવાની અનુમતિ આપવામાં આવે છે.

અમદાવાદમાં દિવ્યાંગો માટે અંધજન મંડળ ખાતે કોર્પોરેશનના સહયોગથી યોજાયો વેક્સીનેશન કેમ્પ

આ પણ વાંચો : ડાકોરમાં સંતો દ્વારા રસીકરણ જાગૃતિ માટે પ્રયાસ હાથ ધરાયો

400 દિવ્યાંગોને રસી આપવાનું લક્ષ્ય

આ વેક્સિનેશન કેમ આજે (12 જૂન) અને આવતીકાલે એમ બે દિવસ ચાલવાનો છે. દરરોજ 300 થી 400 દિવ્યાંગોને રસી અપાય એવું લક્ષ્ય કોર્પોરેશન દ્વારા રાખવામાં આવ્યુ છે. પ્રથમ દિવસે 350 રજીસ્ટ્રેશન થયા હતા.

આ પણ વાંચો : ખેડા જિલ્લામાં 18થી 45 વર્ષના નાગરિકોના રસીકરણનો પ્રારંભ

ABOUT THE AUTHOR

...view details