ગુજરાત

gujarat

ETV Bharat / state

સિલિન્ડર લેતા પહેલા સાવધાન : ખાલી સિલિન્ડરમાં રિફિલિંગ કરી કાળાબજારી કરનારો ઝડપાયો - અમદાવાદમા ગેસ ચોરી

અમદાવાદમાં ગેસ સિલિન્ડરમાંથી બારોબાર ગેસનું કટીંગ એટલે કે રિફિલિંગ (Gas theft in Ahmedabad) કરવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસને બાતમી મળતા દરોડા પાડતા કૌભાંડ કરનાર યુવક રંગેહાથે ઝડપાયો હતો. (Gas cylinder scam in Ahmedabad)

સિલિન્ડર લેતા પહેલા સાવધાન : ખાલી સિલિન્ડરમાં રિફિલિંગ કરી કાળાબજારી કરનારો ઝડપાયો
સિલિન્ડર લેતા પહેલા સાવધાન : ખાલી સિલિન્ડરમાં રિફિલિંગ કરી કાળાબજારી કરનારો ઝડપાયો

By

Published : Nov 24, 2022, 3:56 PM IST

અમદાવાદ : જો તમારા ઘરે આવતા ગેસ સિલિન્ડરનું વજન કર્યા વિના તમે સિલિન્ડરની ડિલિવરી (Gas theft in Ahmedabad) લો છો તો ચેતી જજો. કારણ કે અમદાવાદમાં ફરી એક વાર ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ કટિંગ કરીને ખાલી બાટલા રિફિલિંગ કરી બારોબાર વેચી દેનાર એક યુવકની વાડજ પોલીસે ધરપકડ કરી છે. (Gas cylinder scam in Ahmedabad)

ખાલી સિલિન્ડરમાં રિફિલિંગ કરી કાળાબજારી કરનારો ઝડપાયો

શું છે સમગ્ર મામલો જુના વાડજ વિસ્તારમાં નરસિંહ ભાઈની ચાલી સામે ખુલ્લી જગ્યામાં ઘરેલુ ગેસ (Vadaj Police Gas Cylinder Case) સિલિન્ડરમાંથી ગેસ ચોરીની બાતમી વાડજ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડા પાડતા ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરતો યુવક રંગેહાથ ઝડપાયો હતો. આરોપી પાસેથી અલગ અલગ 11 ગેસના સિલિન્ડર કબજે કરવાના આવ્યા છે. આ મામલે વાડજ પોલીસે ભરત પરમાર નામના યુવકની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. (Gas cylinder black market in Ahmedabad)

ગેસ રિફિલ કરી વેચી નાખતો મળતી માહિતી મુજબ પકડાયેલો આરોપી ભરત પરમાર શાસ્ત્રીનગરમાં આવેલી ઇન્ડિયન ગેસની અર્જુન ગેસ એજન્સીમાં 2 વર્ષથી પેટા ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. જ્યાં ખાલી બાટલામાં ગેસ રિફિલ કરી 1100 રૂપિયામાં વેચી નાખતો હતો, ત્યારે આરોપી કેટલા સમયથી ગેસ કટિંગ કરીને વેચતો હતો. ગેસ એજન્સીના કર્મીની આ મામલે સંડોવણી છે કે કેમ તેમજ પકડાયેલા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે દિશામાં વાડજ પોલીસે તપાસ શરૂ કરી છે. (Gas cutting scam in Vadaj)

ABOUT THE AUTHOR

...view details