અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચ ખાતે જીગીશ પટેલ નામના રાઈસ મિલના વેપારીએ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી હતી. તેઓએ વ્યાજે લીધેલા 3.78 કરોડની સામે 9 કરોડ 95 લાખ ચૂકવ્યા હોવા છતાં આરોપીઓએ બીજા 3.36 કરોડ બાકી રૂપિયાની સામે 13 કરોડ 31 લાખની ઉઘરાણી બાકી બતાવી હતી. જેની સામે મકાન પડાવી લેવાની પણ ધમકી આપી હતી. આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદી જીગીશ પટેલની ફરિયાદના આધારે કોંગ્રેસના હોદ્દેદાર જયેન્દ્રસિંહ પરમાર સહિત હેમાંગ પંડિત અને હેલ્થ કેર કંપનીની CEO નિરાલી શાહની ધરપકડ કરી છે. આ ગુનામાં ફરાર અન્ય ત્રણ આરોપી વિજય ઠક્કર, નરેન્દ્ર ઉર્ફે મુન્ના ભરવાડ અને જાગૃત રાવલની શોધખોળ હાથ ધરી છે.
શું હતો સમગ્ર મામલો : પકડાયેલા આરોપી જયેન્દ્ર પરમારના પિતા નિવૃત્ત Dysp છે. સાથે જ પોતે કોંગ્રેસમાં હોદ્દેદાર તરીકે પણ જોડાયેલા હોવાની હકીકત સામે આવી છે. જયેન્દ્ર પરમારે ફરિયાદીને 38 લાખ 10 ટકાના વ્યાજે આપ્યા હતા. તેની સામે અંદાજે એક કરોડ રૂપિયા વસૂલી 38 લાખ બાકી હોવાની ઉઘરાણી કરી હતી. સાથે જ ઝડપાયેલ મહિલા આરોપી નિરાલી શાહે ફરિયાદીને એક કરોડ 33 લાખ 60 હજાર રૂપિયા 10 ટકાના વ્યાજે આપ્યા હતા, જેની સામે 1 કરોડ 82, લાખ 75 હજાર વસુલી લીધા હતા. ઉપરાંત જે મકાનમાં તે રહેતી હતી તે મકાનનું ફર્નિચર અને ભાડું પણ ફરિયાદી પાસે ભરાવ્યું હતું. તેમ છતાં 1 કરોડ 90 લાખની બાકી ઉઘરાણી માટે 6 ચેકો પણ બળજબરીથી પડાવી લીધા હતા. અન્ય આરોપી હેમાંગ પંડિતે ફરિયાદીને 38 લાખ રૂપિયા આપ્યા હતા. તેની સામે 93 લાખ 50 હજાર વસુલી 14 લાખ પડાવવા ધમકી આપવામાં આવતી હતી.
આ પણ વાંચો :Ahmedabad usurer : વ્યાજખોરી કરતા પિતા પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પુત્રની કરાઈ ધરપકડ