ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિલાઓને 181 અભયમ હેલ્પલાઇન ડાઉનલોડ કરવા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરનું આહ્વાન - ahemadabad news

અમદાવાદઃ સામાજિક ક્ષેત્રે કાર્ય કરતી મહિલાઓ દ્વારા 'ફેસ ટુ ફેસ વિથ આઈપીએસ ઓફિસર્સ' નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર ઉપસ્થિત રહી મહિલાઓના પ્રશ્નોને વાચા આપી હતી. ઉપરાંત મહિલાઓને 181 અભિયમની એપ્લિકેશન ડાઉનલોડ કરવા આગ્રહ કર્યો હતો.

amedabad

By

Published : Aug 17, 2019, 11:49 PM IST

અમદાવાદ શહેરના એ.એમ.એ. ખાતે FICCIની મહિલા આયોજકો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં NGO અને મહિલાઓ માટે કામ કરતી સામાજિક સંસ્થાની અગ્રણી મહિલાઓ હાજર રહી હતી. જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ પણ ઉપસ્થિત રહ્યાં હતા. પોલીસ કમિશ્નરે મહિલાઓના પ્રશ્નોને સાંભળ્યા હતા અને તેમને જવાબ પણ આપ્યા હતા.મહિલાઓએ પણ પોલીસને સાથ-સહકાર આપવાની વાત કરી હતી.

મહિલાઓને 181 અભયમ હેલ્પલાઇન ડાઉનલોડ કરવા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરનું આહ્વાન
અમદાવાદ પોલીસ કમિશ્નર એ.કે.સિંઘે જણાવ્યું હતું કે આમ તો પોલીસે ઘણી બધી એપ લોન્ચ કરી છે. પરંતુ, મહિલાઓની સુરક્ષા તથા સલામતી માટે 181 અભિયમ નામની એપ રાખવામાં આવી છે. જે તમામ માહિલાઓ ડાઉનલોડ કરે તેવો પોલીસ આગ્રહ રાખે છે. આ એપની માહિતી શી ટીમ દ્વારા મહિલાઓને સતત આપવામાં આવી રહી છે. મહિલાઓ માટે પોલીસ સતર્ક છે અને મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details