અમદાવાદઃ કોરોનાની ત્રીજી લહેરના(Corona Cases in Gujarat) ભણકારા વચ્ચે છેલ્લા સાતથી આઠ દિવસો કોરોના કેસ ચોકવનારા આંકડોઓ સામે આવી રહ્યા છે. લોકો જાણે કોરોના વાયરસને ભુલી ગયા હોય તેવ બેફામ બેદરકારી રાખીને માસ્ક કે અન્ય વસ્તુઓનો ઉપયોગ નથી કરી રહ્યા. ત્યારે કોરોના સામે વધુ જાગૃતી લાવવા માટે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ટીબ્રેવાલ કોલેજના NSS યુનિટ અને ગુજરાત યુનિવર્સિટી લાયબ્રેરીના વિદ્યાર્થીઓ(Gujarat University Students) કોરોનાના સામે જાગૃતી અભિયાન રેલી યોજી હતી.
માસ્ક પહેર્યું હોય તેમને ત્રણ તાડીનું માન આપવામાં આવ્યું
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આરજે ટીબ્રેવાલ કોલેજના NSS યુનિટ અને ગુજરાત યુનિવર્સિટી લાયબ્રેરીના વિદ્યાર્થીઓ સાથે મળીને જાગૃત અભિયાન(Awareness Campaign on Masks) શરુ કરવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓએ એક રેલી યોજી હતી. જેમાં ઢોલ વગાડીને રેલી નીકળવામાં આવી હતી અને કેમ્પસમાં માસ્ક વિના ફરતા લોકોને માસ્ક પહેરવા જાગૃત(Mask Awareness Campaign at Gujarat University) કરવામાં આવ્યા હતા અને માસ્ક પહેર્યું હોય તેમને ત્રણ તાડીનું માન આપવામાં આવ્યું હતું.