અમદાવાદઃઅમિત શાહ આવતીકાલથી 2 દિવસની ગુજરાત મુલાકાત લેશે. આ દરમિયાન જુદા જુદા પ્રોજેક્ટ્સ અને મોદી સમુદાય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. તેઓ દેવભૂમિ દ્વારકા, અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપશે. અમદાવાદમાં, તેઓ રવિવારે મોદી સમુદાયના રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે.
દ્વારકામાં દર્શન કરશેઃજ્યારે દેવભૂમિ દ્વારકામાં, શાહ નેશનલ એકેડેમી ઑફ કોસ્ટલ પોલીસિંગ માટે બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત દ્વારકા આવીને તેઓ જગતમંદિર દર્શન કરવા માટે જશે. એ પછી પક્ષના નેતાઓ તથા આગેવાનો સાથે ટૂંકી મુલાકાત કરશે. ગાંધીનગરમાં, કેન્દ્રીય પ્રધાન શનિવાર અને રવિવારે ચાર કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં તે બોરીજ ગામની પ્રાથમિક શાળાના બાળકોને રમતગમતની સામગ્રીનું વિતરણ કરશે.
કોર્પોરેશનના પ્રોજેક્ટઃગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ગાંધીનગર (ઉત્તર) વિધાનસભા બેઠકમાં આયોજિત ક્રિકેટ મેચમાં પણ હાજરી આપશે. મુલાકાત દરમિયાન રાજ્ય માર્ગ પરિવહન નિગમની 320 બસનું લોકાર્પણ કરશે. ગાંધીનગરમાં એમલ્ફેડ ડેરીની આધુનિક ઓર્ગેનિક ટેસ્ટિંગ લેબોરેટરીનું પણ ઉદ્ઘાટન કરશે. નારણપુરા વોર્ડમાં વ્યાયામશાળા અને પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદના છારોડી ગામમાં પુનઃવિકાસિત તળાવનું ઉદ્ઘાટન કરશે. વિવિધ નાગરિક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.