અમદાવાદઃનાણા પ્રધાન નિર્મલા સીતારામન(Finance Minister Nirmala Sitharaman) પહેલી ફેબ્રુઆરીએ પોતાનું ચોથું કેન્દ્રીય ડિઝીટલ પેપર લેસ બજેટ રજૂ(Union Budget 2022) કરશે. આ બજેટમા આમ નાગરિક ,સિનિયર સિટીઝન ,ગૃહિણીઓ ,યુવાનો વગેરેને અનેક આશાઓ છે. અને બજેટને લઈને તેમના કેવા પ્રતિભાવો છે તે જોઈએ.
કેન્દ્રીય બજેટ અંગે લોકોના આશાઓ
પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ(Parliament Budget Session ) રહ્યું છે ત્યારે આ બજેટ કેવું હોવું જોઈએ તે અંગે મહિલાઓ ગૃહિણીઓ, સીનીયર સીટીઝન યુવાનો સાથે ETV Bharat તે જુદા જુદા લોકો સાથે વાત કરતા અલગ અલગ મુદ્દે જાણવા મળ્યું.
મધ્યમ વર્ગના પરિવારને પોસાયતે પ્રમાણે બજેટ રજૂ થાય
2022-23 કેન્દ્ર સરકારના બજેટમાં (Union Budget 2022) લોકોએ મોંઘવારી પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ ,સીએનજી ગેસના ભાવ કોરોના કાળ દરમિયાન કથળેલું શિક્ષણ સ્તર, રાંધણ ગેસના ભાવ, શાકભાજીના ભાવ, જીએસટીમાં થયેલો વધારો, સિનિયર સિટીઝનોને પેન્શનમાં વધારો, સરકારની સબસીડીઓમાં રાહત, બેરોજગારી, યુવાનોને નવા આયામો આવા મુદ્દે લોકોને રાહત મળે એવી લોકોએ ઈચ્છા વ્યક્ત કરે છે. મધ્યમવર્ગીય પરિવારના નૂતન બહેન જે એક ગૃહિણી છે તેમણે બજેટ વિષે જણાવ્યું કે, મધ્યમ વર્ગના પરિવારને પોસાય એ પ્રમાણે સરકારે બજેટ રજૂ કરવું જોઈએ.