ગુજરાત

gujarat

ETV Bharat / state

WORLD CUP 2020: ફિફા અન્ડર 17 મહિલા વર્લ્ડકપ અમદાવાદમાં રમાવાની શક્યતા - football

અમદાવાદઃ વર્ષ 2020માં ભારતમાં ફિફા અન્ડર 17 મહિલા ફૂટબોલ વર્લ્ડકપ યોજવાનો છે. ફિફા રીપ્રેઝન્ટેટિવ દ્વારા અમદાવાદના કાંકરિયા ખાતે આવેલ ટ્રાન્સસ્ટેડીયા સ્ટેડિયમની મુલાકાત લેવામાં આવતા વર્લ્ડકપની કેટલીક મેચ અમદાવાદમાં રમાય તેવી શક્યતાઓ વધી છે.

ફિફા અન્ડર 17 મહિલા વર્લ્ડકપ અમદાવાદમાં રમાશે

By

Published : May 15, 2019, 8:25 PM IST

અન્ડર 17 મહિલા ફૂટબોલ વર્લ્ડકપ માટે ફિફાના રિપ્રેઝન્ટેટિવ દ્વારા ગાંધીનગર ખાતે સચિવ સ્તરે બેઠક યોજાઈ હતી. ત્યારબાદ તેમણે સ્ટેડિયમની મુલાકાત પણ લીધી હતી.

ફિફા અન્ડર 17 મહિલા વર્લ્ડકપ અમદાવાદમાં રમાવાની શક્યતા
ફિફા અન્ડર 17 મહિલા વર્લ્ડકપ અમદાવાદમાં રમાવાની શક્યતા

સેમી ફાઇનલ સહિતની કેટલીક મેચો અમદાવાદમાં યોજાય તેવી તૈયારી ઓફિશિયલ્સ દ્વારા દર્શાવવામાં આવી છે. ફિફાની જરૂરિયાત અંગે ગાંધીનગરના અધિકારીઓએ મદદ કરવાની તૈયારી બતાવી છે. આ અંગે પ્રાથમિક તબક્કે વિચારણા ચાલી રહી છે.

ફિફા અન્ડર 17 મહિલા વર્લ્ડકપ અમદાવાદમાં રમાવાની શક્યતા
ફિફા અન્ડર 17 મહિલા વર્લ્ડકપ અમદાવાદમાં રમાવાની શક્યતા

જો આ પ્રકારનું આયોજન થાય તો અમદાવાદ શહેર આંતરરાષ્ટ્રીય સ્તરની ફૂટબોલ ટુર્નામેન્ટનું યજમાન બનશે અને ફૂટબોલને પણ શહેરમાં પ્રોત્સાહન મળશે.

ફિફા અન્ડર 17 મહિલા વર્લ્ડકપ અમદાવાદમાં રમાવાની શક્યતા

ABOUT THE AUTHOR

...view details