ગુજરાત

gujarat

ETV Bharat / state

યુ.એન.મહેતા હોસ્પિટલના RMOની આ કારણોસર કરાઇ ધરપકડ - Ahmedabad Cyber Crime

અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલના(UN Mehta Hospital) RMO કૌશિક બારોટની સાયબર ક્રાઈમે(UN Mehta RMO Kaushik Barot) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હોસ્પિટલને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો પ્રયાસ કરતા RMO સામે ફરિયાદ નોંધાઈ હતી. ડો. કૌશિક બારોટે ખોટા આઈડી પરથી હોસ્પિટલને બદનામ કરતું લખાણ લખ્યુ હતું. તેમની ધરપકડથી ખળભળાટ મચી ગયો છે.

યુ.એન.મહેતા હોસ્પિટલના RMOની આ કારણોસર કરાઇ ધરપકડ
યુ.એન.મહેતા હોસ્પિટલના RMOની ધરપકડ

By

Published : May 26, 2022, 12:16 PM IST

Updated : May 26, 2022, 6:26 PM IST

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી U N મહેતા હોસ્પિટલના RMOની સાયબર ક્રાઈમે ધરપકડ (UN Mehta RMO Kaushik Barot)કરી છે. તેમની સામે હોસ્પિટલ વિરુદ્ધ (UN Mehta Hospital)સોશિયલ મીડિયામાં બદનામ કરવાનો આરોપ લાગ્યો હતો. ડો. કૌશિક બારોટે ખોટા આઈડી પરથી હોસ્પિટલને બદનામ કરતું લખાણ લખ્યુ હતું. ત્યારે તેમની ધરપકડથી ખળભળાટ મચી ગયો છે.

U N મહેતા હોસ્પિટલ

હોસ્પિટલની બદનામી કરતા -છેલ્લા લાંબા સમયથી સોશિયલ મીડિયામાં UN મહેતા હોસ્પિટલને બદનામ કરતી પોસ્ટ કરાતી હતી. જે મામલે યુએન મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર આર કે પટેલે પોતાના હોસ્પિટલના IT સેલના હેડ સાથે સાઇબર ક્રાઇમને ફરિયાદ(Arrest of RMO of UN Mehta Hospital )કરી હતી. પોલીસે તપાસ કરતા સામે આવ્યુ કે હોસ્પિટલના ફરજ( Ahmedabad Cyber Crime)બજાવતા RMO ડો કૌશિક બારોટ જ અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને હોસ્પિટલ અને અન્ય લોકોની બદનામી કરતા હતા. તપાસમાં ખૂલ્યુ કે તેઓ બીજાના નામે સીમકાર્ડ રાખતા હતા. તેમજ મોબાઈલમાં એવી એપ્લિકેશન રાખતા હતા કે ફોન કરવાથી સામી વ્યક્તિને મોબાઈલ નંબર ન દેખાય. એટલુ જ નહિ, સામી વ્યક્તિને યુવકને બદલે યુવતીનો અવાજ સંભળાતો હતો. પોતાનું નામ બહાર ન આવે તે રીતે તેઓ હોસ્પિટલની બદનામી કરતા હતા.

આ પણ વાંચોઃBogus Doctor arrested in Surat: સુરતમાં ધોરણ 12 પાસ બોગસ ડોક્ટરે કયા કારણથી ક્લિનિક શરૂ કર્યું જુઓ, જાણીને ચોંકી જશો

ડોક્ટર કૌશિક બારોટની ધરપકડ -અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલને બદનામ કરવાના ઇરાદે થઈ રહેલી સોશિયલ મીડિયા પોસ્ટ અંગે સાઇબર ક્રાઇમ અમદાવાદને ફરિયાદ મળી હતી. આ ફરિયાદ અંગે તપાસ કરતા સામેં આવ્યું કે હોસ્પિટલ અંગે બદનામી કરતું લખાણ અન્ય કોઈએ નહી પણ હોસ્પિટલના જ કર્મચારી દ્વારા લખવામાં આવ્યું છે. જેને પગલે હોસ્પિટલના ડાયરેક્ટર આર કે પટેલે હોસ્પિટલના IT સેલના હેડ સાથે આ અંગે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા કાયદેસર કાર્યવાહી હાથ ધરી યુ એન મહેતા હોસ્પિટલના RMO તરીકે ફરજ બજાવતા ડોક્ટર કૌશિક બારોટની ધરપકડ કરવામાં આવી છે.

ખોટી અફવા ફેલાવતી પોસ્ટ કરી -ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે યુ.એન.મહેતા હોસ્પીટલ બાબતે ગયા જાન્યુઆરી 2022 થી આજ દિવસ સુધી કોઇ અજાણી વ્યકતીઓએ ગુના હીત કાવતરું રચી ફેસબુક ઉપર દર્શિત પટેલ નામનું ફેક આઇ.ડી. બનાવી તે ફેસબુક આઇ.ડી ઉપર ફરીયાદીના યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યુટ કોર્ડીયોલોજીસ્ટ એન્ડ રિચર્ચ સેન્ટરના પ્રતિષ્ઠિત ડોકટરો બાબતે ખોટી અફવા ફેલાવતી તેમજ સંસ્થામાં થતી તમામ ઇવેન્ટમાં થયેલ બનાવને ટીવસ્ટ કરતી ખોટી પોસ્ટ મુકી હતી.. આ કરેલ પોસ્ટની યુ.આર.એલ લીંક તેમની સંસ્થાના ચોકક્સ માણસોને વોટસઅપ નંબર 9974104225 દ્વારા મોકલી સંસ્થાની સમાજમા બદનામી થાય અને સંસ્થાની છબી સમાજમાં ખરડાય તેવુ ગુન્હાતી ક્રુત્ય કરનાર ઇસમો વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈ અમદાવાદ શહેર ક્રાઇમબ્રાંચના JCP પ્રેમવીરસિંગ સાહેબ તથા સાયબર ક્રાઇમ બ્રાંચના DCP અમિત વસાવા તથા ACP જે.એમ.યાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓએ બનાવને ગંભીરતાથી લઇ ગુન્હો શોધી કાઢી અને આરોપી પકડી પાડવા બાબતે તુરંત ફરીયાદ દાખલ કરી ગુનો કરનાર આરોપીની ધરપકડ કરવમાં આવી હતી.

આ પણ વાંચોઃઅમદાવાદ: PMOનો ખોટો લેટર બનાવી સરકાર અને અધિકારીઓની કરી ટીકા, સાયબર ક્રાઈમે કરી ડોક્ટરની ધરપકડ

બીજાના નામના સીમકાર્ડનો ઉપયોગ -પોલીસે સમગ્ર ગુન્હામાં અલગ અલગ ટિમો બનાવી ગુન્હામાં ઉપયોગ થયેલ ફેસબુક એકાઉન્ટની માહિતી મંગાવી તેમાંથી મળી આવેલ જુદા જુદા મોબાઇલ નંબરની માહિતી મંગાવી આ તમાં બાબતોનો ટેકનીકલ અભ્યાસ કરતા બીજાના નામના સીમકાર્ડનો ઉપયોગ કરી રહ્યો છે. તો બીજી તરફ આરોપી બે વોઇસ ચેન્જ કરતી એપ્લિકેશન ડાઉનલોડ કરી યુવતીના અવાજનો ઉપયોગ કરી તેમજ મળી આવેલ માહિતી આધારે આ ગુનો યુ.એન.મહેતામાં આર.એમ.ઓ તથા ક્લિનિક કાર્ડીયોલોજીસ્ટ ડીપાર્ટમેન્ટમાં છેલ્લા 18 વર્ષોથી ફરજ બજાવતા ડો કૌશિક રમણલાલ બારોટ ઉ.વ .46 ધંધો - નોકરી, રહે . 38 , રમેશનગર સોસાયટી , ઇન્ડીયા કોલોની પાછળ બાપુનગર અમદાવાદ શહેર નાઓએ કરેલાની વિગત જણાતા તેમની તપાસ કરતા આરોપીએ જ આ ગુન્હો કર્યો હોવાનું ખુલ્યું હતું.. જો.કે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી ડો કૌશિક રમણલાલ બારોટ નાઓ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સને - 2004 થી ફરજ બજાવે છે. તેમજ પોતે આ ગુનો તેમને હોસ્પીટલ તરફથી છેલ્લા ઘણા સમયથી ખોટી રીતે હેરાનગતી કરતા હોવાનું લાગતા કરેલ હોવાની હકીકત જણાય છે.

હોસ્પિટલ અને અન્ય લોકોની બદનામી કરતી પોસ્ટ -પોલીસ ફરિયાદમાં ડો. કૌશિક બારોટ વિરુદ્ધ આરોપ લાગ્યો છે કે સોશિયલ મીડિયા મારફતે ખોટા નામે એકાઉન્ટ બનાવીને હોસ્પિટલ અને અન્ય લોકોની બદનામી કરતી પોસ્ટ ડોકટર દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી. એટલું જ નહીં ડો.કૌશિક બારોટે બીજાના નામે સિમકાર્ડ પણ ખરીદેલા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે. મહત્વનું છે આરોપી ડોકટરના મોબાઈલ તપાસતા એક ખાસ પ્રકારની વોઇસ ચેન્જર એપ્લિકેશન પણ હોવાની માહિતી મળી હતી. ડોકટરે સોશિયલ મીડિયામાં પણ ડિરેક્ટર અને યુ એન મહેતા હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરવી સારી નથી એવું લખેલું હતું જેથી ધરપકડ કરી સાઇબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : May 26, 2022, 6:26 PM IST

ABOUT THE AUTHOR

...view details