અમદાવાદઃશહેરના રામોલ વિસ્તારમાં અંગત અદાવતમાં હુમલો કરી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં (Two rounds of firing in Ramol )આવ્યું છે. આરોપીઓ વિરુદ્ધ ફરિયાદીએ અગાઉ નોંધાવેલી ફરિયાદની અદાવત રાખી હુમલો( Firing in Ramol)કર્યો હતો. આ અંગે રામોલ પોલીસે બે આરોપીઓના નામજોગ અને અજાણ્યા 6 લોકો વિરૂદ્ધ હત્યાના પ્રયાસની અને હથિયાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.
બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું -શહેરના રામોલ પોલીસ સ્ટેશન( Ahmedabad Ramol Police)વિસ્તારમાં આવેલા મોરબી સીરામીક મેદાન પાસે ગત મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ફ્રેક્ચર ગેંગ સાથે સંકળાયેલા આરોપીઓ વચ્ચે ચાલતી ગેંગવોરમાં (Gangwar between two gangs)આ ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનું પોલીસ માની રહી છે. ગઈકાલે મોડી રાતે ખોખરામાં જગન મદ્રાસી પર થયેલા હુમલા બાદ ફરિયાદી આકાશ પરિહાર જગનને મળવા એલજી હોસ્પિટલ ગયો હતો. આ કેસના આરોપી ભુપેન્દ્ર ઉર્ફે શીલુ ખટીક અને સંદીપ પાટીલ ત્યાં હાજર હતા. જેથી ફરિયાદી તેના મિત્રો સાથે હોસ્પિટલ થઈ નીકળી ગયો. તેન છતા આરોપીએ તેનો પીછો કરી રામોલમાં આવી હુમલો કર્યો જે અંગે પોલીસે હત્યાના પ્રયાસમાં રાયોટીંગ અને હથિયાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચોઃfiring in Ahmedabad: ખુરશીમાં બેસવા બાબતે સિક્યુરીટી ગાર્ડે કર્યું ફાયરિંગ