નજીવી બાબતે 2 ભાઈઓએ યુવક પર પેટ્રોલ નાખી સળગાવી દીધો - યુવક પર પેટ્રોલ
અમદાવાદ: શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે નજીવી બાબતે પણ લોકો જીવલેણ હુમલો તથા હત્યા જેવા ગુના કરી દેતા હોય છે. ત્યારે શહેરમાં બાઈકમાંથી પેટ્રોલ કાઢવા બાબતે યુવક પર બે ભાઈઓએ કેરોસીન છાંટી જીવતો સળગાવી દીધો હતો. યુવક ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ઇસનપુર પોલીસે બે ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના ઇસનપુર વિસ્તારમાં ઉજાલા સોસાયટીમાં રહેતા પંકજ પાટીલ નામના યુવકે શનિવારે રાત્રે પોતાની સોસાયટી બહાર પાર્ક કરેલી બાઈક પાસે પ્રદીપ અને નરેશ નામના બે ભાઈઓને બાઈકમાંથી પેટ્રોલ કાઢતા જોયા હતા.આ માટે પંકજે બંને ભાઈઓને પેટ્રોલ શા માટે નીકળો છે તેમ ટોકતા બંને ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા અને મારામારી શરૂ કરી હતી.આ દરમિયાન બંને ભાઈઓએ પ્રદીપ પર કેરોસીન છાંટીને તેને દિવાસળી વડે આગ ચાંપી દીધી હતી.આગના કારણે પંકજ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આગના કારણે પંકજનું શરીર 80 ટકાથી વધુ દાઝી ગયું હોવાનું પણ સામે આવ્યું છે. જે બાદ પોલીસે બંને આરોપી ભાઈઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.