ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ બ્લાસ્ટ કેસના બે આરોપી પેરોલ પર , પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે હોટલમાં રોકાણ - 2008 Serial Blasts Case

અમદાવાદમાં 2008ના બ્લાસ્ટમાં (Ahmedabad Blast Case )56 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસના બે આરોપી પેરોલ પર બહાર આવતા પોલીસમાં પણ નાસભાગ મચી ગઈ છે. પેરોલ પર પોતાના પરિવાર સાથે અમદાવાદની એક હોટલમાં રોકાણ કર્યું છે. જેને લઈને પોલીસે પણ હોટલની બહાર અને અંદર ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.

અમદાવાદ બ્લાસ્ટ કેસના બે આરોપી પેરોલ પર , પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે હોટલમાં રોકાણ
અમદાવાદ બ્લાસ્ટ કેસના બે આરોપી પેરોલ પર , પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે હોટલમાં રોકાણ

By

Published : Jul 29, 2022, 9:19 PM IST

અમદાવાદઃગુજરાત રાજ્ય અને અમદાવાદ શહેરને 26 જુલાઇ, 2008ના રોજ હચમચાવી( 2008 Serial Blasts Case )નાખનાર શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં 56 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા અને 246 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે અંગે થઈ સ્પેશિયલ કોર્ટે 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. જેના બે આરોપીઓ હાલ પેરોલ પર બહાર આવતા પોલીસ બેડામાં નાસભાગ મચી ગઇ છે.

બે આરોપીઓને પેરોલ પર બહાર -રાજ્ય સહિત સમગ્ર દેશને હચમચાવી કાઢનારા સિરીયલ બ્લાસ્ટ કેસમાં (Ahmedabad bomb blasts )ઘટના બન્યાના 13 વર્ષ અને 195 દિવસ બાદ ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં સ્પે. કોર્ટે આતંકવાદીઓનું કૃત્ય હેવાનિયતભર્યું હોવાનું અને તેમણે પૂર્વ નિયોજિત કાવતરું ઘડ્યાનું પણ તારણ રજૂ કર્યું છે. જેમાં ગુજરાત જ નહીં સમગ્ર માનવજાતના દુશ્મન એવા આ કેસના 49 દોષિતમાંથી સ્પેશિયલ કોર્ટે 38ને ફાંસી અને 11ને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા સંભળાવી છે. જે પૈકી બે આરોપીઓ કોર્ટ કાર્યવાહીના આધારે પેરોલ મેળવી હાલ બહાર આવ્યા છે.

આરોપીઓ પરિવાર સાથે હોટલમાં રોકાયા -મૂળ રાજસ્થાનના રહેવાસી બન્ને આરોપીઓ પેરોલ પર બહાર આવતા પોલીસમાં પણ નાસભાગ મચી ગઈ છે. હાલ બન્ને આરોપીઓ પેરોલ પર પોતાના પરિવાર સાથે અમદાવાદની એક હોટલમાં રોકાણ કર્યું છે. જેને લઈને પોલીસે પણ હોટલની બહાર અને અંદર ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. આરોપીઓ 10 દિવસના પેરોલ લીધા હોવાથી બન્ને આરોપીઓ પરિવાર સાથે 10 દિવસ સુધી હોટલમાં રોકાય તેવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃAhmedabad Serial Blast Case : વડાપ્રધાન મોદી અંગે દોષિતે કર્યો મોટો ખુલાસો, કહ્યું- "આ ષડયંત્ર..."

અમદાવાદની એક ખાનગી હોટલમાં રોકાયેલા -વિશ્વસનીય સૂત્રો અને ETV ભારતના સંવાદદાતાને મળતી માહિતી પ્રમાણે આરોપી અતિફ ઉર રહેમાન ઉર્ફે અતિક રહેમાન અને મહેંદી હસન ઉર્ફે વિક્કી અન્સારી બન્ને હાલ પેરોલ પર બહાર આવ્યા છે. બન્ને આરોપીઓ હાલ અમદાવાદની એક ખાનગી હોટલમાં રોકાયેલા છે. જેને લઈ પોલીસે પણ હોટલની બહાર અને અંદર વોચ ગોઠવેલી છે. બન્ને આરોપીઓ પેરોલ જમ્પ ન કરે અથવા ભાગી ન જાય સાથે સુરક્ષાઓની બાબતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોટલમાં રહેલા છે.

પોલીસ દ્વારા સઘન ચેકીંગ -પોલીસની વાત કરીએ તો હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં 1 ACP, 2 PI, આશરે 3 PSI અને 20 થી વધુ પોલીસકર્મીઓ હોટલની બહાર અને અંદર વોચ ગોઠવીને બેઠા છે. આરોપી અતિફ ઉર રહેમાન અને મહેંદી હસન બન્ને પોતાના પરિવાર સાથે જ હોટલમાં રહી રહ્યા છે. જો કે બન્ને આરોપીઓને મળવા અથવા બહારથી કોઈપણ વસ્તુ આવતી હોય છે. તો તેની પોલીસ દ્વારા સઘન ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃAhmedabad Blast Case Judgment: 49માંથી 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી

શું હતી સમગ્ર ઘટના -અમદાવાદની 26મી જુલાઇ 2008ની સાંજને લોહીયાળ સિરીયલ બોમ્બ બ્લાસ્ટમાં ફેરવી 56 નિર્દોષોની હત્યા કરનારા 49 નરાધમ આતંકવાદીઓને સ્પેશિયલ કોર્ટ દ્વારા દોષિત ઠેરવતો ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના દોષિતોએ જે રીતે ઠંડા કલેજે સમગ્ર કાવતરાંને અંજામ આપી નિર્દોષ અમદાવાદીઓ જેમાં નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધોને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. એટલું જ નહીં હેવાનિયતને પણ શરમાવે એવા આ જઘન્ય અપરાધમાં દોષિતોએ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડની સામે વાન મારફતે બ્લાસ્ટ કરી દુષ્કૃત્ય આચરી લાચાર દર્દીઓને પણ પોતાની વિકૃત માનસિકતાના ભોગ બનાવ્યા હતા. આ જ પ્રકારે મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં મારૂતિ કારમાં બ્લાસ્ટ કરી અહીં પણ અશક્ત દર્દીઓ અને તેમના સ્વજનોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. આતંકવાદીઓએ હોસ્પિટલોને ટાર્ગેટ બનાવી હોય એવો પણ આ રેર મામલો છે.

ABOUT THE AUTHOR

...view details