વિરમગામ: દેશમાં ક્રાઈમ રેટ વધી રહ્યો છે. મહિલાઓ તો અસુરક્ષિત છે જ પરંતુ પુરૂષોની હત્યાના બનાવો પણ પ્રકાશમાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં કાળજુ કંપાવનારી ઘટના સામે આવી હતી. બીજી તરફ રાપરમાં વકીલની હત્યાની ઘટનાએ ચકચાર મચાવી હતી. ત્યારે સાણંદમાં બંને ઘટનાને પગલે અનુસૂચિત જાતિના લોકોએ કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી હતી.
હાથરસ દુષ્કર્મ પીડિતા અને રાપરના વકીલને સાણંદમાં શ્રદ્ધાંજલિ અપાઈ - રાપર વકીલની હત્યા
દેશમાં ક્રાઈમ રેટ વધી રહ્યો છે. મહિલાઓ તો અસુરક્ષિત છે જ પરંતુ પુરૂષોની હત્યાના બનાવો પણ પ્રકાશમાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં કાળજુ કંપાવનારી ઘટના સામે આવી હતી. બીજી તરફ રાપરમાં વકીલની હત્યાની ઘટનાએ ચકચાર મચાવી હતી. ત્યારે સાણંદમાં બંને ઘટનાને પગલે અનુસૂચિત જાતિના લોકોએ કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી હતી.
સાણંદમાં શ્રદ્ધાંજલિ અપાઈ
સાણંદમાં અનુસૂચિત જાતિના લોકોએ હાથરસમાં યુવતી સાથે થયેલા ગેંગરેપ પર રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ રાપર વકીલની હત્યાને લઇને શહેરમાં બસસ્ટેન્ડ પાસે બાબા સાહેબના સ્ટેચ્યુ આગળ સાણંદ અને તાલુકા અનુસૂચિત જાતિના લોકોએ કેન્ડલ માર્ચ પ્રગટાવી મૃતકોને શ્રધ્ધાંજલી આપી હતી. બંનેના પરિવારને ન્યાય મળે તેવી પણ પ્રાર્થના કરી હતી.