નવું વર્ષ 2020ની શરૂઆત થતાં જ ગુજરાતી ફિલ્મ 'બાબુભાઈ સેન્ટીમેન્ટલ'નું 1લી જાન્યુઆરીએ ટ્રેલર લોંચ થયું છે. આ ફિલ્મ એક્શનની અને એડવેન્ચર ડ્રામાથી ભરપૂર છે.
ગુજરાતી ફિલ્મ 'બાબુભાઈ સેન્ટીમેન્ટલ'નું ટ્રેલર લોન્ચ - latest news of gujarati film
અમદાવાદઃ શહેરમાં વર્ષની શરૂઆતમાં ગુજરાતી ફિલ્મ 'બાબુભાઈ સેન્ટીમેન્ટલ'નું ટ્રેલર લોન્ચ થયું છે. ત્યારે ફિલ્મના ડિરેક્ટર મિલન શર્માએ ફિલ્મ અંગે રસપ્રદ વાત કરી હતી. જેમાં ફિલ્મના નવા વિષય વિશે જણાવ્યું હતું.
ફિલ્મના મુખ્ય કલાકારોમાં નક્ષરાજ કુમાર અને શિવાની જોશી છે. તદુપરાંત નિસર્ગ ત્રિવેદી તથા મયુર ચૌહાણ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું લેખન રાજ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે ફિલ્મના પ્રોડ્યુસર નિધિ મોરી અને વીના શર્મા છે. આ ફિલ્મ 17 જાન્યુઆરીના રોજ રીલિઝ થઈ રહી છે.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અવનવા વિષયો પર ફિલ્મ બની રહી છે. ત્યારે એક અલગ વિષય સાથે ધમાકેદાર ફિલ્મ રીલિઝ માટે તૈયાર છે. જેના ડિરેક્ટર મિલન શર્માએ Etv bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "આ એક અનોખી ફિલ્મ છે, જેમાં ફિલ્મના મુખ્ય નાયકનું હથિયાર ખાટલાનો પાયો છે. ફિલ્મ એક સંવેદનશીલ વ્યક્તિ પર આધારિત છે. જેનું જીવનમાં અનેક ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે. તે દરમિયાન ફિલ્મમાં ગામડાથી કોલેજની સફર દર્શાવવામાં આવી છે.''