ગુજરાત

gujarat

ETV Bharat / state

ધંધુકા બગોદરા હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 મહિલાના મોત - ધંધુકા બગોદરા હાઇવે

અમદાવાદ જિલ્લાના બગોદરા-ધંધૂકા હાઈવે પર હરિપુરા પાટિયા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 મહિલાના મોત થયા છે. જ્યારે ઉભેલી ટ્રક પાછળ ઇકો ગાડી ધડાકાભેર અથડાઇ હતી. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને મહામહેનતે 108 ના સ્ટાફ દ્વારા બહાર કાઢી હોસ્પિટલ સારવારઅર્થે ખસેડવામાં આવ્યા છે.

ધંધુકા બગોદરા હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 મહિલાના મોત
ધંધુકા બગોદરા હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 મહિલાના મોત

By

Published : Sep 13, 2021, 8:59 AM IST

  • આજે વહેલી સવારે ૪:૦૦ વાગ્યે ધંધુકા બગોદરા રોડ હરિપુરા પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત
  • ઉભેલા ટ્રક પાછળ ઈકો કાર અથડાતા સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં ચાર બ્રાહ્મણ પરિવારની મહિલાઓનાં ઘટના સ્થળે મોત
  • અન્ય 4 વ્યક્તિઓને 108 મારફતે ધંધુકાની RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
  • મૃત્યુ પામેલા 4 મહિલા અમદાવાદની

અમદાવાદ:જ્યારે પટોઢિયે ધીમી ધારે હાઇવે પર વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે હાઇવે પર ટ્રક ઉભી હતી અને એટલામાં જ પુરપાટ ઝડપે આવેલી ઇકો કાર ટ્રકમાં પાછળ ઘૂસી ગઈ હતી, ત્યારે ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કન્ટ્રોલ ગુમાવતા આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તરણ સામે આવ્યું છે. જ્યારે અકસ્માતમાં 4 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, ત્યારે આ ચારેય મહિલા અમદાવાદની છે, ત્યારે 108ની ટિમ દ્વારા અન્ય 4 વ્યક્તિઓને સારવાર માટે ધધુંકાની RMS હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે 4 વ્યક્તિઓની હાલત ગંભીર જણાઈ આવે છે.

સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો

અકસ્માતની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, ત્યારે પરિવારમાં એક શોકની લાગણી છવાઈ છે. ત્યારે પોલીસ દ્વારા આગળની તમામ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ડ્રાઇવરને જોખુ આવી જતા તેને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો પરંતુ પોલીસ તપાસમાં સાચી હકીકત સામે આવશે.

ABOUT THE AUTHOR

...view details