ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો 56મો જન્મદિવસ - Bharatiya Janata Party

દેશના ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અમિત શાહનો આજે 56 મો જન્મદિવસ છે. ત્યારે સમગ્ર દેશમાંથી તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

Amit Shah
આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો 56 મો જન્મ દિવસ

By

Published : Oct 22, 2020, 10:45 AM IST

  • આજે ગૃહપ્રધાન અમિત શાહના 56માં જન્મ દિવસની ઉજવણી
  • ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવી શુભકામના
  • ગુજરાતમાં આવ્યા ત્યારે માણસા ગયા હતા કુળદેવીના દર્શન કરવા

અમદાવાદ: દેશના ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અમિત શાહનો આજે 56 મો જન્મદિવસ છે. ત્યારે સમગ્ર દેશમાંથી તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. આ પ્રસંગે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમિત શાહને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ પ્રવક્તા ભરત પંડયા, પ્રદેશ મીડિયા કન્વીનર પ્રશાંત વાળા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ અમિત શાહને તેમના જન્મદિવસે શુભકામનાઓ પાઠવી હતી અને તેમના દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી.

આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો 56 મો જન્મ દિવસ

લોકસભાની ચૂંટણી ગુજરાતની ગાંધીનગર લોકસભાની સીટ પરથી જીત્યા

ઉલ્લેખનીય છે કે, નવરાત્રિના પ્રથમ દિવસે જ અમિત શાહ અમદાવાદ આવ્યા હતા અને બીજા દિવસે માણસા ખાતે પોતાના ઘરે કુળદેવીની આરાધના કરી હતી. ત્યાર બાદ તેઓ પરત દિલ્હી ગયા હતા. અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર, 1964 માં મુંબઈમાં થયો હતો. ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના ચાણક્ય કહેવાતા અમિત શાહ જે.પી.નડ્ડા પહેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. તેઓ લોકસભાની ચૂંટણી ગુજરાતની ગાંધીનગર લોકસભાની સીટ પરથી જીતેલા છે. 2014 પહેલા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓમાં તેઓ નારણપુરા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા હતા.

ABOUT THE AUTHOR

...view details