અમદાવાદ: 24 અને 25 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ટ્રમ્પના આગમનની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીના આગમનને લઈને અમદાવાદ એરપોર્ટ પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યાં NSG કમાન્ડો, એરપોર્ટ પર બનાવાયો કંટ્રોલ રૂમ
અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીના આગમનને લઈને એરપોર્ટ પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે સુરક્ષા માટે દેશની તમામ એજન્સીઓ અમદાવાદ પહોંચી છે. NSGની ટીમે એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું.
અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા માટે NSG કમાન્ડોના જવાનો અને અધિકારીઓેએ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું. જે ગેટથી ટ્રમ્પ એરપોર્ટ બહાર આવશે. તે ગેટથી લઈને એરપોર્ટ બહાર જવાના રસ્તા સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ક્યાં પ્રકારની સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે અને કેટલા સુરક્ષા બંદોબસ્ત સાથે એરપોર્ટ રોડ અને અન્ય કાર્યક્રમમાં જવું તે અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જેમાં એરપોર્ટના VVIP ગેટ પાસે કે જ્યાંથી ટ્રમ્પ અને મોદી બહાર આવશે. ત્યાં જ ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓનો કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. ડોમ સ્વરૂપે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો હતો. જ્યાંથી સમગ્ર કાર્યક્રમ પર નજર રાખવામાં આવશે. આ કંટ્રોલ રૂમમાંથી ટ્રમ્પ અમદાવાદની મુલાકાત કરશેે. ત્યાંથી પરત એરપોર્ટ ફરશે. ત્યાં સુધીનું નિરીક્ષણ કરવામાં આવશે. આ પ્રકારની વ્યવસ્થાથી સ્પષ્ટ થાય છે કે, પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ચૂક રહેશે નહીં.