ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ભારે વરસાદના કારણે વીજળી પડી, કોઇ જાનહાની નહીં - ભારે વરસાદ

અમદાવાદ: જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદી માહોલમાં સાઉથ બોપલમાં વીજળી પડી હતી. જો કે, સામાન્ય નુકસાન થયાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. જો કે કોઈ જાનહાની થઈ નથી.

અમદાવાદમાં ભારે વરસાદના કારણે વીજળી પડી

By

Published : Sep 10, 2019, 5:28 PM IST

અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા સારથય બિલ્ડીંગમાં વીજળી પડવાને કારણે તેના એ,બી અને ઈ બ્લોકની પાણીની ટાંકીની દીવાલને નુકસાન થયું છે. બિલ્ડિંગના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે, ત્રણ-ત્રણ વખત વીજળી પડી હોવા છતાં બિલ્ડર તરફથી કોઈ રીસ્પોન્સ આવ્યો નથી, તેમજ ફરિયાદ કરવા છતાં કોઈ જવાબ આપવામાં આવતો નથી. બિલ્ડિંગના રહિશોએ જણાવ્યું કે, બિલ્ડિંગમાં ઉપર અર્થિગ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી વીજળી પડવાને કારણે નુકસાન થઈ રહ્યું છે. આ સાથે જ લોકોએ પોતાના અનુભવ વર્ણવતા કહ્યું હતું કે, વીજળી પડતા જ જાણે બોમ્બ ફૂટ્યો હોવાનો અનુભવ થયો હતો. ફ્લેટના તમામ રહીશો ડરી ગયા હતા. ત્યાં સુધી કે, ફ્લેટમાં રહેતાં બાળકો રડી પડ્યાં હતાં. વીજળી પડવાને કારણે અમુક લોકોના ટીવી પણ ઉડી ગયા હતા.

અમદાવાદમાં ભારે વરસાદના કારણે વીજળી પડી

ABOUT THE AUTHOR

...view details