- આરોપીઓએ નવી મોડસ ઓપરેડેન્સીથી વેપારીને છેતર્યા
- બનાવટી આંગડિયા પેઢી ખોલી બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા વેપારીને છેતર્યો
- નવરંગપુરા પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ: શહેરના નવરંગપુરા પોલીસ મથકે એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં આરોપીઓએ છેતરપિંડીની એક નવી મોડસ ઓપરેન્ડી (New modus operandi) અપનાવી હતી. અમદાવાદના વેપારી ને ઠગવા માટે આરોપીઓએ બનાવટીડિમાન્ડ ડ્રાફ્ટ બનાવ્યા, સાથે જ બે દિવસ માટે શ્રી કૃપા એન્ટરપ્રાઇઝ ના નામે આંગડિયા પેઢી પણ ખોલી હતી.
ચેન્નઈનો એક વ્યક્તિ ફરાર
જે ગુનામાં નવરંગપુરા પોલીસે પાંચ આરોપી ગૌરાંગ પંડ્યા, મહેશભાઈ ગોંડલીયા, રૂપેન્દ્ર અરોરા, નિકુલભાઇ રાઠોડ અને સુનીલ પટેલની ધરપકડ કરી છે. જોકે આ ગુનામાં રામ શિવા નામનો ચેન્નઈનો એક વ્યક્તિ ફરાર હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો:અમદાવાદમાં યુવતીનું અપહરણ કરી તેના જ પ્રેમીએ આચર્યું દુષ્કર્મ
મોડસ ઓપરેન્ડીથી વેપારીને છેતર્યા
આરોપીની મોડસ ઓપરેન્ડી પણ નજર કરીએ તો અમદાવાદના વેપારી દેવાંગભાઈ શાહને ધંધા માટે પાંચ કરોડ રૂપિયાની જરૂર હતી. જે માટે તેમણે ચેન્નઈના રામશિવાનો સંપર્ક કર્યો હતો. જેમાંથી અન્ય આરોપીની નંબર અને માહિતી ફરિયાદીને આપવામાં આવી હતી.