અમદાવાદમાં પ્રદર્શનકારીઓનો પોલીસકર્મીઓ પર પથ્થરમારો, ઉચ્ચ અધિકારીઓ ઘાયલ - ગુજરાત પોલીસ
અમદાવાદ : CAA અને NRC કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને રોકવામાં આવતા ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 20 પોલીસકર્મી ઘાયલ થયા હતાં. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પથ્થરમારામાં ઘાયલ થયા છે. હાલ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે
પોલીસકર્મી પર પથ્થરમારામાં કર્મીઓ ઘાયલ
શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી બંધનું એલાન રાખીને વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે શાંત વિરોધ અચાનક જ ઉગ્ર બન્યુ હતુ અને શાહઆલમ વિસ્તારમાં વિરોધ કરી રહેલા લોકોને અટકાવતા લોકોએ રોષ ઠાલવતા પોલોસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. લોકોએ પોલીસને જ ચારે બાજુથી ઘેરીને પોલીસને બાનમાં લીધી હતી. પથ્થરમારમાં ઝોન-6 ડીસીપી બિપિન અહિરે અને J ડિવિઝન એસીપી આર.બી.રાણા પણ ઘાયલ થયા હતા.
Last Updated : Dec 20, 2019, 12:16 AM IST