ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં યુવતીના બિભત્સ ફોટા પર 15 લાખની ખંડણી માંગનાર 3 યુવકોની ધરપકડ - સરદારનગર પીઆઈ એચ.બી.પટેલ

અમદાવાદમાં 3 યુવકોએ યુવતીના બિભસ્ત ફોટો વાઈરલ કરવાની ચિમકી આપી 15 લાખની ખંડણી માંગતા આ યુવકોને સરદારનગર પોલીસે ઝડપી લીધા હતા. આ યુવકો યુવતીની સહેલીના મંગેતર દ્વારા તેના સંપર્કમાં આવ્યા હતાં. જેમાં આરોપીઓએ યુવતીને ડરાવી ધમકાવી તેના બિભસ્ત ફોટા મંગાવ્યા હતા. બાદમાં આ ફોટાનો ઉપયોગ યુવતીના માતા-પિતા પાસેથી પૈસા પડાવવાની યોજના માટે કર્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ આરોપી યુવકોએ એક ગ્રૃપમાં આ ફોટા પણ મુકી દીધા હતા.

Ahmedabad
અમદાવાદ

By

Published : Jul 3, 2020, 7:56 AM IST

  • અમદાવાદમાં 15 લાખની માંગણી કરનાર 3 આરોપી ઝડપાયા
  • આરોપી યુવતીને મિત્રતા રાખવા માટે દબાણ કરતા
  • યુવતીને ડરાવી ધમકાવીને તેના બિભસ્ત ફોટા મંગાવ્યા

અમદાવાદ : યુવતીના બિભસ્ત ફોટો વાઈરલ કરવાની ચિમકી આપી 15 લાખની ખંડણી માંગતા આ યુવકોને સરદારનગર પોલીસે ઝડપી લીધા હતા. જેમાં શહેરમાં રહેતી યુવતી ચાર મહિના પહેલા તેની મિત્રના ફિયાન્સ સાથે સંપર્કમાં આવી હતી. સહેલીના ફિયાન્સે કિશોરીની મુલાકાત તેના અન્ય મિત્રો સાથે કરાવી હતી. ત્રણે મિત્રો ભેગા થઈને યુવતીને મિત્રતા રાખવા માટે દબાણ કરતા હતા. જેમાં એક આરોપીએ યુવતીને ડરાવી ધમકાવીને તેના બિભસ્ત ફોટા પોતાના મોબાઈલમાં મંગાવ્યા હતા.

આ ફોટો મિત્રોએ તેમના ગ્રુપમાં વાયરલ કર્યા હતા. થોડા સમય બાદ આ ફોટોના આધારે આરોપીઓએ કિશોરીના પિતા પાસે રૂપિયા 15 લાખની માંગણી કરી હતી. જેમાં આરોપી યુવકોએ આ ફોટા કિશોરીના માતા-પિતાને બતાવી રૂ.15 લાખ નહીં આપો તો ફોટા અમે સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. જોકે, કિશોરીના પિતાએ ડર્યા વગર આ ઘટનાની જાણ પોલીસને કરતા સરદારનગર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

આ અંગે સરદારનગર પીઆઈ એચ.બી.પટેલે જણાવ્યું હતું કે, આ ગુનાના ત્રણ આરોપી રોહિત, નિકુંજ અને જીતુની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આગળની તપાસ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details