શહેરના સીટીએમ વિસ્તારમાં એક્સપ્રેસ વે પાસે વાહન તપાસ કરવાના બહાને વાહનચાલકો પાસે 3 યુવકો રૂપિયા પડાવતા હોવાનું સામે આવતા શહેરના સ્થાનિક વેપારીઓએ આ ત્રણેયને પકડી પાડ્યા હતા. અગાઉ પણ ગોરના કુવા પાસેના ATMમાંથી લોકો પૈસા ઉપાડતા હતા ત્યારે પોલીસની ઓળખ આપીને લોકો પાસેથી પૈસા પડાવતા. આ 3 યુવકોને લોકોએ ખોખરા પોલીસને હવાલે કર્યા હતા.
અમદાવાદમાં નકલી પોલીસ બની લોકો પાસેથી પૈસા પડાવનાર 3 ઝડપાયા - પૈસા પડાવનાર ટોળકી
અમદાવાદ: દેશભરમાં એલર્ટનો માહોલ હતો. રાજ્યભરમાં પોલીસ વાહનોના ચેકિંગ કરી રહી હતી. ત્યારે અમદાવાદમાં 3 યુવકો પણ નકલી PSI બની વાહનોના ચેકિંગના નામે સ્થાનિકો પાસેથી રૂપિયા પડાવતા હતા. સ્થાનિકો નકલી હોવાનું જણાતા પોલીસે તેને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. અગાઉ ત્રણેય યુવકોને ખોખરા પોલીસે પકડ્યા હતા. રામોલ પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
etv bharat amd
આ ટોળકીના પંદરથી વધુ સાગરીતો જુદા જુદા વિસ્તારમાં લોકો પાસેથી નકલી પોલીસ બનીને તોડ કરતા હોવાનું બહાર આવ્યું હતું. સ્થાનિકોએ જ ત્રણેય યુવકોને ઝડપીને પોલીસના હવાલે સોંપ્યા હતા. તેમજ ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.