ગુજરાત

gujarat

ETV Bharat / state

સરખેજમાં 1 કલાકમાં સાડા ત્રણ ઇંચ અને શહેરમાં સરેરાશ પોણો ઇંચ વરસાદ ખાબક્યો - Ahmedabad South-West Zone

અમદાવાદ શહેરમાં રવિવારે સાંજના પાંચના સુમારે ફરી એકવાર શહેરમાં પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. એક કલાકમાં સરખેજમાં સાડા ત્રણ ઇંચ જેટલો તેમજ સરેરાશ શહેરમાં પોણો ઇંચ જેટલો વરસાદ રવિવારે ખાબક્યો હતો.

ahmedabad
એક કલાકમાં સરખેજમાં સાડા ત્રણ ઇંચ જેટલો તેમજ સરેરાશ શહેરમાં પોણો ઇંચ જેટલો વરસાદ રવિવારે ખાબક્યો

By

Published : Sep 21, 2020, 10:13 AM IST

અમદાવાદ : શહેરમાં શનિવારે રાતે એકના સુમારે વાદળોની ગર્જના વચ્ચે હળવા વરસાદ બાદ રવિવારે સાંજના પાંચ વાગ્યેે ફરી એકવાર શહેરમાં પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. સાંજના સમયે પણ અંધારુ સર્જાતા વિઝીબિલિટી ઓછી થઈ જતા નજીકના અંતરે રહેલી વસ્તુઓ પણ જોવી કપરી બની હતી. સાંજે 5 થી 6 ના એક કલાકની અંદર શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા સરખેજમાં સૌથી વધુ સદા ત્રણ ઈંચ વરસાદ ખાબકી પડતા ચારેતરફ પાણી ફરી વળ્યા હતા. તેમજ રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ પણ અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ થયો હતો.

શહેરના કોટ વિસ્તારમાં ખાડિયા, રાયપુર, કાલુપુર ઉપરાંત સરસપુર, માણેકબાગ, થલતેજ, સતાધાર, નવરંગપુરા, નારણપુરા, પ્રહલાદનગર, આનંદનગર, શિવરંજની, પંચવટી, સીટીએમ, પાલડી, સાબરમતી,ચાંદખેડા સહીતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો.

શહેરમાં રવિવારે સરેરાશ 17.10 મિ.મી.વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 963.11 મિ.મી.એટલે કે, 37.92 ઈંચ થવા પામ્યો છે. મ્યુનિ. દ્વારા તકેદારીના ભાગરૂપે વાસણા બેરેજના ગેટ નંબર-26,27 અને 28ને બે ઈંચ ખોલવામાં આવ્યા હતા. વાતાવરણ જોતા રાત્રિના સમયે પણ શહેરમાં હળવા વરસાદી ઝાપટા યથાવત રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details