ગુજરાત

gujarat

ETV Bharat / state

દીનુ બોઘા સોલંકીને આજીવન કેદની સજા થયા બાદ સાક્ષીને મારી નાખવાની ધમકી - Ahmedabad

અમદાવાદ : અમિત જેઠવા કેસના સાક્ષીઓને ધમકીઓ મળતા સ્પેશિયલ CBI કોર્ટે મુખ્ય 4 આરોપીઓને જાન્યુઆરી 2020 સુધીની સુરક્ષા પુરી પાડી છે. આ કેસમાં કોડીનારના રામભાઇ હાજાભાઇ સોલંકી સીબીઆઇના સાક્ષી હોવાથી કોડીનારથી અમદાવાદ સાક્ષી તરીકે ગયા હતા. પોતાની જુબાની આપી તેઓ પરત કોડીનાર ફરી રહ્યા હતા ત્યારે ગોંડલ નજીક તેના ફોનમાં અજાણ્યા શખ્સોએ તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ફાઇલ ફોટો

By

Published : Jul 17, 2019, 9:54 PM IST

અમદાવાદની સ્પેશયલ CBI કોર્ટ દ્વારા અમિત જેઠવા હત્યા કેસમાં તમામ આરોપીઓને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજા બાદ કેસના તાજના સાક્ષી રામ સોંલકીને ફેસબુક પર પોસ્ટ કરવા બદલ મારી નાખવાની ધમકી મળી રહી છે. જેથી તેમણે સુરક્ષાની માંગ કરતા કોર્ટે રામ સોલંકી,વકીલ આનંદ યાજ્ઞિક સહિત 4 મુખ્ય સાક્ષીઓને વર્ષ 2020ના જાન્યુઆરી મહિના સુધી સુરક્ષા પુરી પાડવાનો આદેશ કર્યો છે.

આ કેસના તાજના સાક્ષી રામ સોલંકીને 11મી જાન્યુઆરીના રોજ અજાણીયા યુવાનનો ફોન આવ્યો હતો. તે અજાણ્ય વ્યક્તિએ પોતાને કોળી સમાજનો યુવાન હોવાનું જણાવું હતું અને અમિત જેઠવા હત્યા કેસમાં આરોપી દિનુ બોઘા સોલંકી વિરૂધ ફેસબુક પર ગાળો કેમ લખે છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે મુદ્દે સ્પેશલCBI કોર્ટમાં સુરક્ષા મેળવવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી.

આ સમગ્ર કેસની વિગત મુજબ રામ સોલંકી કે જેમને તાજના સાક્ષી એટલે કે એમની જુબાનીના આધારે કેસમા તપાસના આધારે આરોપી દિનુ બોઘા સોલંકી અને અન્ય 6 આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી.11મી જાન્યુઆરીના રોજ તેઓ અમદાવાદથી કોડીનાર પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે ગોંડલ પાસે દિનુ બોધા અને શિવા સોલંકી વિરૂધ ફેસબુક પર લખવા મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.અજાણ્યો યુવાન આરોપીઓની વાત કરતો હોવાથી તેમની નજીકનો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યું છે.

આ કેસમાં કોડીનારના રામભાઇ હાજાભાઇ સોલંકી સીબીઆઇના 164ના નિવેદનના સાક્ષી હોવાથી કોડીનારથી અમદાવાદ સાક્ષી તરીકે ગયા હતા. પોતાની જુબાની આપી તેઓ પરત કોડીનાર ફરી રહ્યા હતા ત્યારે ગોંડલ નજીક તેના ફોનમાં અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સજાની સુનવણી થયાને હજી ત્રણ કલાક જેટલો સમય થયો હતો અને રામભાઇને ધમકી મળી હતી.

ઉલ્લેખનીય છે કે 11 જુલાઈના રોજ સ્પેશયલ સીબીઆઈ કોર્ટ કે.એમ. દવેએ ગીરના આર.ટી.આઈ એકટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કરવા બદલ મુખ્ય આરોપી દિનું બોધા, શિવા સોલંકી, શૈલેષ પંડ્યા સહિત તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.વર્ષ 2010માં ગુજરાત હાઈકોર્ટની સામે અમિત જેઠવાની કોન્ટ્રાક્ટ કિલિંગના આધારે હત્યા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details