અમદાવાદ:શહેર કોટડા વિસ્તારમાં લૂંટનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. અશોક મિલ પાસે નરોડા ફાયર સ્ટેશનની સામે શિવકૃપા જવેલર્સ નામની દુકાનમાં સવારના સમયે બે બુકાનીધારી શખ્સોએ હાથમાં હથિયાર સાથે પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં હાજર વેપારીને હથિયાર બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો.
દુકાનમાં લૂંટનો પ્રયાસ: જોકે વેપારીએ પ્રતિકાર કરતા બુકાનીધારીએ હથિયાર વડે વેપારીને હુમલો કરતા તેઓને ઈજાઓ થઈ હતી. જે બાદ બૂમાબૂમ થતા લૂંટારાઓ ભાગી ગયા હતા, જોકે આ સમગ્ર ઘટના CCTV સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં શહેર કોટડા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને CCTV ના આધારે લૂંટનો પ્રયાસ કરનાર આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો કામે લગાડી છે.
લૂંટારૂઓ સીસીટીવીમાં કેદ: જ્વેલર્સના માલિક આ અંગે જણાવ્યું હતું કે 9 વાગ્યે જ્વેલરી શોપ ખુલી હતી. સવારે 10 વાગ્યા આસપાસ બે લૂંટારૂ આવ્યા અને બંદુકની અણી બતાવી હતી. તેમણે બંદુક બતાવી કહ્યું અવાજ ન કરતા, જે હોય તે બધો માલ આપી દો. વેપારીએ પ્રતિકાર કરતા બુકાનીધારીએ હથિયાર વડે વેપારી પર હુમલો કર્યો હતો. જેમાં તેમને ઈજાઓ પહોંચી હતી.
આ પણ વાંચો:Rajkot Loot: રાજકોટમાં વેપારીને આંખમાં મરચું નાખી લૂંટ ચલાવનાર 9 શખ્સોની ધરપકડ