અરજદાર હબટાઉન એજન્સી તરફે હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી છે કે, GSRTC અને તેમની વચ્ચે બાંધકામ મુદ્દે કરાર કરવામાં આવ્યો હતો અને આ અંગેની પરવાનગી કોર્પોરેશન પાસેથી લેવામાં આવી હતી.
ઐતિહાસિક દરવાજો તોડી પાડવા મુદ્દે GSRTC બાંધકામ કરનાર એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરતા હાઈકોર્ટમાં રિટ - કોન્ટ્રાક્ટ રદ કરાતા હાઈકોર્ટમાં રિટ
અમદાવાદ: આસ્ટોડિયા બગીચા પાસે આવેલા ઐતિહાસિક દરવાજાને તોડી પાડવા મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશન કેસ ચલાવવા અને GSRTC દ્વારા કોન્ટ્રાક્ટ રદ કરવાના આદેશ સામે હબટાઉન એજન્સીએ રિટ દાખલ કરતા ગુરુવારે જસ્ટિસ વી.એમ પંચોલીએ કોર્પોરેશન અને GSRTCને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 17મી ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
બાંધકામ દરમિયાન ઐતિહાસિક દરવાજો કે, જે પુરાતત્વ કે, કોર્પોરેશનના નિયમ હેઠળ સંરક્ષિત નથી તેને તોડી પાડવામાં આવ્યો હોવાથી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. GSRTCના આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
આ મુદ્દે બાંધકામ કરનાર હબટાઉન એજન્સી દ્વારા અગાઉ પણ રિટ દાખલ કરવામાં આવી છે, જેમાં બાંધકામ મુદ્દે કોર્પોરેશનથી અગાઉ પરવાનગી મળી હોવા છતાં અચાનક સ્ટે આપી દેવાયો છે. કોર્પોરેશનની પરવાનગીમાં દિવાલ સાથે આવેલા દરવાજાને તોડવો કે, નહીં એ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવી હોવાની રજૂઆત કરી હતી. એસ.ટી બસ સ્ટેન્ડ પાસે GSRTCના બાંધકામ માટે કામ કરતી હબટાઉન સંસ્થાએ જાન્યુઆરીમાં દરવાજો તોડી પાડતા આ અંગેનમી ફરિયાદ કોર્પોરેશનમાં કરવામાં આવી હતી.
અરજદાર તરફે દલીલ કરાઈ છે કે કામકાજ પુરુ કરવાનો કોન્ટ્રાક્ટ 2020 સુધીમાં પુરો થાય છે, ત્યારે કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલો સ્ટે રદ કરવામાં આવે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરીટેજ વિભાગે અગાઉ ભલામણ કરી હતી કે, આ દરવાજો પુરાતત્વ વિભાગ કે અન્ય કોઈ કાયદાના રક્ષણ હેઠળ નથી, પરતું તેને તોડવામાં ન આવે. છતાં હબટાઉને જાન્યુઆરી 2019માં દરવાજો તોડી પાડતા આ મુદ્દે કોર્પોરેશનમાં ફરિયાદ કરાતા બાંધકામના કામકાજ પર સ્ટે આપી દેવાયો. જેને રદ કરવા બાંધકામ એજન્સી દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી.