2 ડિસેમ્બરના રોજ અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય મેજીસ્ટ્રેટ કોર્ટે બંને સંચાલિકાઓની જામીન અરજી ફગાવતા મહત્વનું અવલોકન કર્યું હતું કે બંને વિરુદ્ધ ગંભીર ગુનો છે અને જો તેમને જામીન આપવામાં આવે તો સમાજ પર વિપરીત અસર પડી શકે છે. બંને સાધિકાઓ પર ગુનો ગંભીર પ્રકારનો હોવાથી તેમને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા નથી. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાના વકીલ તરફે દલીલ કરવામાં આવી છે કે તેમના અસીલ વિરૂધની ફરિયાદ ખોટી છે. 7 વર્ષ બાદ ગુનામાં સંચાલિકાઓને નોટીસ આપવની ફરજ પડી છે. બંને સાધિકાઓને નોટીસ વગર ધરપકડ કરાયા હોવાની દલીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 27મી નવેમ્બરના રોજ પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકવામાં આવ્યા હતા. 27મી નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલી વચગાળા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
નિત્યાનંદ આશ્રમ કેસઃ જામીન મેળવવા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ હાઈકોર્ટના શરણે
અમદાવાદ : હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમમાં સગીરા સાથે દુરવ્યવહાર અને બાળકોને ગોંધી રાખવાના કેસમાં મિર્ઝાપુર ગ્રામ્ય સેસન્સ કોર્ટે બંને સાધિકા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વના જામીન ફગાવી દીધા બાદ જામીન મેળવવા માટે બંને સંચાલિકાઓ દ્વારા શુક્રવારે ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
જામીન મેળવવા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા
બંને સંચાલિકા વતી કોર્ટમાં વચગાળાની જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે મૂળ રેગ્યુલર જામીન અરજીની સુનાવણી 30મી નવેમ્બરના રોજ નિયત હોઈ કોર્ટે બંનેની વચગાળાની જામીન અરજી ફગાવી હતી. નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞપીઠમ આશ્રમમાં 4 બાળકોને ગોંધી રાખવામાં પોલીસે નિત્યાનંદ, પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ પીડિત પરિવારને ધમકી મળતા હોવાના આક્ષેપ સાથે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી.