ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્વતંત્રતા દિવસે હાઇકોર્ટમાં 'વોરરૂમ'નું ચીફ જસ્ટિસના હસ્તે ઉદ્ઘાટન - CCTV

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં વહીવટી તેમજ ન્યાયિક પ્રક્રિયાને લગતી સમગ્ર માહિતી ઉપલબ્ધ કરાવવા વહીવટી કાર્યક્ષમતા તથા નિયંત્રણ માટે અધતન સુવિધાઓથી સજ્જ 'વોર રૂમ' તૈયાર કરવામાં આવ્યા છે. જેનું ઉદ્ઘાટન કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવેના હસ્તે સ્વતંત્ર દિવસના રોજ હાથ ધરાશે.

સ્વતંત્રતા દિવસે હાઇકોર્ટમાં 'વોરરૂમ'નું ચીફ જસ્ટિસના હસ્તે ઉદ્ઘાટન

By

Published : Aug 14, 2019, 11:11 PM IST

હાઇકોર્ટની સ્ટેટ કોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કમિટીના અધ્યક્ષ અનંત દવેના માર્ગદર્શન હેઠળ હાઇકોર્ટમાં 'વોરરૂમ'નું ઉદ્ઘટન કરવામાં આવશે. વોરરૂમમાં વિશાળ સ્ક્રીન સાથેના વિવિધ કોમ્પ્યુટર, LED પ્રોજેક્ટર, વિડિયો કોન્ફરન્સિંગ જેવા આધુનિક તેમજ CCTV નેટવર્કની જોડાણ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ વોરરૂમનું સંચાલન હાઇકોર્ટની રજિસ્ટ્રી દ્વારા કરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર વોરરૂમમાં સર્વોચ્ચ અદાલત દ્વારા નેશનલ કોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કમીટીના પોલિસી એન્ડ એક્શન પ્લાનમાં સૂચવેલા મુદ્દાઓ પૈકી નેશનલ ફ્રેમવર્ક ફોર કોર્ટ એક્સિલન્સ પણ માહિતીનું સંકલન કરવામાં આવશે. આ વોરરૂમમાં સમગ્ર રાજ્યના ન્યાયતંત્ર માટે ડેટા વેરહાઉસ, ડેટા માઈનિંગ, ઉપરાંત સર્વે આંકડાકીય માહિતી સંકલન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details