- લૉકડાઉનથી ટેવાયેલા લોકોએ સંચારબંધીમાં સહકાર આપ્યો
- દૂધ, દવાઓ આવશ્યક સેવાઓમાં કાર્યરત લોકોને છુટછાટો અપાઇ
- શહેરમાં પ્રવેશતા માર્ગો પર બેરિકેડ મુકવામાં આવ્યા
અમદાવાદઃ અનલૉકની પ્રક્રિયા સમગ્ર દેશમાં શરૂ થઇ ગયા બાદ કોરોના કાબુમાં આવી ગયો હોય તેમ લાગતું હતું, પરંતુ તહેવારોમાં લોકોએ લીધેલી વધારે પડતી છુટછાટોના કારણે અને શિયાળાની શરૂઆતે જ શહેરમાં સંક્રમણ વધી ગયું છે.
શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સતત કેસોમાં વધારો થતો જાય છે. આ કારણે તબીબો, તંત્ર અને નાગરિકોમાં ચિંતા વધતી જાય છે. શુક્રવારની રાત્રે કરફ્યૂ જાહેર થયા બાદ શહેર આખાયના વેપારથી ધમધમતા બજારો બંધ રહ્યા હતા. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં હોમગાર્ડઝ, પોલીસના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.