આમદાવાદઃ કોરોના મહામારી દરમિયાન નિરમા યુનિવર્સિટીમાં ઓનલાઈન અભ્યાસ શરુ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે વિદ્યાર્થીઓ પાસેથી પુરી ફી માગવામાં આવી રહી છે, ત્યારે આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખવામાં આવ્યો છે.
નિરમા યુનિવર્સિટીની ફી સામે વિદ્યાર્થીઓએ ચીફ જસ્ટિસને પત્ર લખ્યો - Online education
મહામારી કોરોનાના કારણે નિરમા યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન અભ્યાસ શરુ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે વિદ્યાર્થીઓ પાસેથી પુરી ફી માગવામાં આવી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખવામાં આવ્યો છે.
નિરમા યુનિવર્સિટીની ફી સામે વિદ્યાર્થીઓએ ચીફ જસ્ટિસને પત્ર લખ્યો
ચીફ જસ્ટિસને લખાયેલા પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે, 6 જુલાઈથી ઓનલાઈન અભ્યાસ શરુ કરવામાં આવ્યો છે, ત્યારે હવે કોલેજ દ્વારા પુરી ફી માગવામાં આવી રહી છે. જેમાં એ સુવિધાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનો લૉકડાઉનને લીધે ઉપયોગ કરી શક્યા નથી. આ પ્રકારનો પરિપત્ર બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન છે.
6 જુલાઈથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને કોલેજે વિદ્યાર્થીઓને 5મી ઓગસ્ટ સુધીમાં ફી ભરવાનો આદેશ કર્યો છે.