ગુજરાત

gujarat

ETV Bharat / state

SRP જવાનની બેદરકારી, જેલમાં મોબાઈલ અને તમાકુ જેવી પ્રતિબંધિત વસ્તુઓ લઈ જતા પકડાયો - The SRP jawans were caught carrying prohibited items like mobiles and tobacco

અમદાવાદ સેન્ટ્રલ જેલમાં મોબાઈલ પર પ્રતિબંધ છે. છતાં કેટલીક વખત ચેકિંગ દરમિયાન કેદીઓ પાસેથી મોબાઈલ મળી આવે છે, ત્યારે હવે SRP જવાન પાસેથી મોબાઇલ અને તમાકુ મળી આવ્યું છે. સેન્ટ્રલ જેલમાં અનેક ગંભીર ગુનાના કેદીઓ અને આતંકીઓ પણ છે. તેમ છતાં આ રીતે મોબાઈલ અન્ય વસ્તુઓની હેરાફેરી થઈ રહી છે તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

અમદાવાદ:જેલમાંથી SRP જવાન જ મોબાઈલ અને તમાકુ જેવી પ્રતિબંધિત વસ્તુઓ લઈ જતા પકડાયા
અમદાવાદ:જેલમાંથી SRP જવાન જ મોબાઈલ અને તમાકુ જેવી પ્રતિબંધિત વસ્તુઓ લઈ જતા પકડાયા

By

Published : Jul 25, 2020, 12:48 PM IST

અમદાવાદ: સેન્ટ્રલ જેલમાં મોબાઈલ પર પ્રતિબંધ છે. છતાં કેટલીક વખત ચેકીંગ દરમિયાન કેદીઓ પાસેથી મોબાઈલ મળી આવે છે, ત્યારે હવે SRP જવાન પાસેથી મોબાઇલ અને તમાકુ મળી આવ્યું છે. આ જવાન પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં કેદીઓ સપ્લાય કરતો હોવાની શંકા છે. SRP જવાના વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રસિંહ કુંપાવતએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, SRP ગ્રુપ 5 C કંપની ગોધરાના જવાન તેજપાલ સિંહ સોલંકી અતિ સંવેદનશીલ 200 ખોલી યાર્ડ નંબર 22માં પોતાની ફરજ પર આવવા માટે જેલમાં દાખલ થયેલા આ દરમિયાન તેઓની તપાસ કરતા તેમની પીઠના ભાગે સેલોટેપથી ચોટાડેલો મોબાઈલ ફોન તેમજ ખિસ્સામાંથી 11 તમાકુની પડીકીઓ મળી આવી હતી.

SRP જવાન પાસેથી મળી આવેલા ફોનમાં કોઈ સીમકાર્ડ મળી આવ્યું નથી. રાણીપ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ ફોન ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો, આ ઉપરાંત તમાકુની પણ પડીકી મળી આવી છે તો તે કોણ માટે લાવ્યો હતો અને અગાઉ આ રીતે સપ્લાય કર્યો છે કે નહીં તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

સામાન્ય રીતે કેદી પાસેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે, પરંતુ આ તો SRP જવાન પાસેથી મળી આવતા અનેક શંકાઓ સેવાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details