ગુજરાત

gujarat

ETV Bharat / state

દિવ્યાંગ બાળકોએ 70,000 માટીના દીવડા બનાવી અન્ય ઘરને પ્રકાશિત કરવાની પહેલ કરી - Andhajan Mandal

અમદાવાદ: દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં દિવાળીની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા છે. પ્રકાશના પર્વ ગણાતા આ તહેવારમાં અમદાવાદના બજારમાં દીવડાઓ અસંખ્ય પ્રકારના અને અલગ અલગ કલરના વેચાય છે, ત્યારે અંધજન મંડળના દિવ્યાંગ બાળકોએ છેલ્લા એક મહિનાથી દીવડા બનાવવાનું કામ કર્યું છે અને અત્યાર સુધી ૭૦ હજારથી પણ વધારે દીવા બનાવ્યા છે અને આ જગ્યાઓ લોકોના ઘરમાં ઉજાસ પાતરી પ્રકાશના પર્વની પાવનકારી બનાવશે.

The Special children of the Andhajan Mandal made 70,000 Diwali lamps

By

Published : Oct 22, 2019, 7:31 PM IST

અહીંના બાળકો કોઇ દીવડા માટે વાટ બનાવે છે તો કોઈ તેમાં મીણ પુરી તેના પર કલર કામ કરે છે. આ તમામ બાળકો દીવડાઓ તૈયાર કરી અન્યોના ઘરને રોશન કરવાના કાર્યમાં હળી-મળીને જોતરાયેલા રહે છે. આમ જોઈએ તો આ બાળકોની દુનિયા માત્ર આટલી જ છે તેમના સગા કહો કે સંબંધી કહો બધાં જ તેમના જેવા બાળકો છે એક રીતે જોઈએ તો તેમનું જીવન અંધકારથી ભરેલું છે. આમ, છતાં તેને અવગણીને આ બાળકો અન્યોના ઘરમાં પ્રકાશ પાથરવાનું કામ કરી રહ્યા છે.

દિવ્યાંગ બાળકોએ 70,000 માટીના દીવડા બનાવી અન્ય ઘરને પ્રકાશિત કરવાની પહેલ કરી

બાળકો દ્વારા ઉત્સાહભેર માટીના રંગબેરંગી દીવડા તૈયાર થયા છે. માર્કેટમાં અવનવા ફેન્સી દીવડા મળતાં હોય છે. પરંતુ, હજુ પણ એવા કેટલાક લોકો છે. આ દિવ્યાંગ બાળકોએ બનાવેલ દીવડાઓ લેવાનું પસંદ કરતાં હોય છે જેના કારણે આ બાળકોના ઘરમાં પણ પ્રકાશ આવી શકે.

ABOUT THE AUTHOR

...view details