અમદાવાદઃ સમગ્ર દેશમાં અમદાવાદ શહેર કોરોના વાઇરસનું હબ બન્યું છે.બે મહિનાના લોકડાઉન બાદ સમગ્ર દેશમાંથી લોકડાઉન હટાવી લેવામાં આવ્યું છે, ત્યારે ધીરે ધીરે શહેરમાં આર્થિક ગતિવિધિઓ વધતા લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા છે. પરિણામે શહેરમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થતો જોવા મળે છે, પરંતુ આ બધા વચ્ચે અમદાવાદ શહેરમાં આવેલા સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન મોડલ બન્યું છે.
અમદાવાદમાં કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે મોડલ બન્યું સોલા હાઈકોર્ટ પોલીસ મથક
સમગ્ર દેશમાં અમદાવાદ શહેર કોરોના વાઇરસનું હબ બન્યું છે. બે મહિનાના લોકડાઉન બાદ સમગ્ર દેશમાંથી લોકડાઉન હટાવી લેવામાં આવ્યું છે, ત્યારે ધીરે-ધીરે શહેરમાં આર્થિક ગતિવિધિઓ વધતા લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા છે.
આ પોલીસ સ્ટેશનમાં હજી સુધી એક પણ કર્મચારી કોરોના પોઝિટિવ નોંધાયો નથી.જ્યારથી કોરોના વાઇરસનો પ્રકોપ શરૂ થયો છે, ત્યારથી આ પોલીસ સ્ટેશન પોતાના સ્ટાફમાં વિવિધ પ્રવૃત્તિઓને લઈને પ્રખ્યાત બન્યું છે. જેમાં પોલીસ સ્ટેશનમાં જ કર્મચારીઓને શુદ્ધ ખોરાક પૂરો પાડવામાં આવે છે, અત્યારે આ પોલીસ મથકે આવનાર અરજદારે સાબુ વડે હાથ ધોઈને કેસ, પછી હાથને સેનીટાઈઝ કરીને જ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરવાનો રહે છે.
આ માટે કોઈપણ જગ્યાએ હાથ લગાવ્યા વગર હાથ સેનીટાઈઝ થઈ જાય તેવું મશીન પર મૂકવામાં આવ્યુ છે. કોઈપણ જગ્યાએ પોલીસ અને અરજદાર સીધા સંપર્કમાં આવતા નથી,પરંતુ બંને વચ્ચે ફરિયાદ લખાવવા માટે પણ કાચનું એક પાર્ટીશન બનાવવામાં આવ્યું છે. જેથી માઇક્રોડ્રોપલેટ એકબીજાના સંપર્કમાં ના આવે. પોલીસ સ્ટેશનમાં દરેક જગ્યાએ કોરોના વાઇરસને લઈને જાગૃતિ ફેલાવતા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ માટે આયુર્વેદિક ઉકાળો પણ રાખવામાં આવે છે. જેથી પોલીસ કર્મીઓનો ઇમ્યુનિટી પાવર વધે.
ઉલ્લેખનીય છે કે,સોલા હાઇકોર્ટ પોલીસ મથક કોરોના વાઇરસના કારણે અપાયેલા લોકડાઉન દરમિયાન પણ ખૂબ જ એક્ટિવ રહ્યું હતું. તેણે લોકડાઉનનું પાલન ન કરતા લોકો સામે માનવીય અને કાયદાકીય એમ બંને રીતે કાર્યવાહી કરી છે. તો પોતાના વિસ્તારમાં આ સમયગાળા દરમિયાન સ્વયંસેવકોની નિમણૂક પણ કરી હતી.