ગુજરાત

gujarat

ETV Bharat / state

શાહઆલમમાં હિંસા બાદ સ્થિતિ સામાન્ય, મોટાભાગની દુકાનો શુક્રવારે પણ બંધ - અમદાવાદ પોલીસ

અમદાવાદ : CAA અને NRC બિલના વિરોધમાં રાખવામાં આવેલા સ્વેચ્છિક બંધમાં અડધા દિવસની શાંતિ બાદ ગત રોજ સાંજે શાહઆલમ વિસ્તારમાં થયેલા પથ્થરમારાને પોલીસ દ્વારા કાબુ મેળવ્યા બાદ શુક્રવારે એટલે કે આજે સવારે સ્થિતિ સામાન્ય દેખાઈ રહી છે.  માર્ગો પર અવર-જવર વચ્ચે અર્ધ-લશ્કરી દળ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે.

શાહઆલમમાં હિંસા બાદ સ્થિતિ સામાન્ય
શાહઆલમમાં હિંસા બાદ સ્થિતિ સામાન્ય

By

Published : Dec 20, 2019, 5:03 PM IST

શાહઆલમ વિસ્તારમાં જ્યાં ગુરુવારે સાંજે હિંસા થઈ હતી, તે વિસ્તારોમાં મોટાભાગની દુકાનો આજે પણ બંધ રહી હતી. જો કે, અવર-જવર અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ચાલુ હતી. ગઈકાલે સાંજે બનેલી ઘટના બાદ અત્યાર સુધી કોઈ પણ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો.

ગુરુવારે મોડી રાત્રે 11 કલાકે શહેર કમિશ્નર આશિષ ભાટિયાએ પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી બાદ ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને પણ મળ્યા હતાં. રેલીના આયોજક અને સ્થાનિક કોર્પોરેટર શહેજાદ ખાન સહિત 49 લોકો સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઈસનપુર પોલીસ સ્ટેશનના PI જે.એમ સોલંકી દ્વારા અજ્ઞાત ટોળા વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

શાહઆલમમાં હિંસા બાદ સ્થિતિ સામાન્ય

પોલીસે હાલ 49 લોકોની અટકાયત કરી છે. હિંસાની નોંધ લેતા ગઈકાલે ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જડેજાએ તપાસના આદેશ આપ્યા હતાં. જેમાં હિંસા ફેલાવનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપ્યો હતો. પોલીસ હાલ CCTVના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે.

ઉલ્લેખનિય છે કે ગુરુવારે સાંજે બનેલી સમગ્ર ઘટનામાં 12 જેટલા પોલીસ કર્મચારી અને સામાન્ય લોકોને મળીને કુલ 30 લોકો ઈજાગ્રસ્ત પામ્યા હતાં. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા વિસ્તારમાં પેટ્રોલિંગ અને 10થી વધુ ટિયરગેસના સેલ છોડયા હતાં.

ABOUT THE AUTHOR

...view details