આ ચીમકીના પગલે ગઈ કાલે મોડે સુધી ચાલેલ એકેડેમિક કાઉન્સિલની બેઠકના એજન્ડામાં સૌથી અગ્રક્રમે સેમેસ્ટર સીસ્ટમ દૂર કરવાના નિર્ણય અંગેની બાબત મૂકવામા આવી હતી. શરમજનક હકીકત કહી શકાય તેવી રીતે ચાલુ બેઠક દરમ્યાન જ કેટલાક સંગઠનો દ્વારા કુલપતીએ સેમેસ્ટર સીસ્ટમ દૂર કરવાનો નિર્ણય લેવાઇ ગયો હોવાની વાતો ફેલાવી હતી પણ બેઠક બાદ કુલપતિ અને રજીસ્ટાર દ્વારા આ અંગે કોઈ જાણ કરવામાં ન આવતા વિદ્યાર્થી સંગઠનો પણ જાણે પોતાની વાત જીટીયુએ માની લીધી હોય તેવા મેસેજો વાઇરલ કર્યા હતા.
ડિપ્લોમા ઇજનેરીમાં સેમેસ્ટર પ્રથા રહેશે યથાવત, બેઠકમાં લેવાયો નિર્ણય - Gujarati News
અમદાવાદઃ ડિપ્લોમા ઇજનેરી કોલેજમાંથી સેમેસ્ટર સીસ્ટમ દૂર કરવા માટે છેલ્લા કેટલાય સમયથી માંગણી કરવામાં આવી રહી હતી. જો સેમેસ્ટર સીસ્ટમ દૂર કરવામાં ન આવે તો વિદ્યાર્થી સંગઠનોએ કુલપતિ ડો.નવીન શેઠ સામે દેખાવો કરવાની ચીમકી આપી હતી..
પરંતુ આજે ઈટીવી સાથે કુલપતિ ની થયેલી વાત માં કુલપતિ નવીન શેઠ એ જણાવ્યું હતું કે સેમેસ્ટર પ્રથા રદ કરવાની વાત બિલકુલ ખોટી છે આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.જેવી સેમેસ્ટર પ્રથા ચાલુ છે તેવી જ રીતે ચાલુ રહેશે તેવો આ નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો સાથે જ બીજા મહત્વના કહી શકાય તેવા નિર્ણયો પણ જીટીયુની આ બેઠકમાં લેવામાં આવ્યા હતા.જેમાં સારી કામગીરી કરનારા ટીચર્સને એવોર્ડ આપવા અને વિદ્યાર્થીઓ કોલેજમાં અધર એક્ટિવિટી કરે તો તેમને ખાસ ક્રેડિટ આપવા સહિતના નિર્ણયો લેવાયા હતા.