- આ વર્ષે માર્ગો પર ગરમ કપડાં કરતાં બ્લેન્કેટ વધારે જોવા મળી રહ્યા છે
- ગરમ બ્લેન્કેટનો વેપાર વઘારશે રોજગારી
- રંગબેરંગી બ્લેન્કેટ નું વેચાણ મોટા પ્રમાણમાં
અમદાવાદ: દરેક ઋતુની સાથે વાતાવરણ ને અનુકુળ કપડાં બજારોમાં દેખાવા માંડે છે. એમાંય ઠુંઠવતી ઠંડી પડે એ પહેલાં ગરમ કપડાંના બજારો દરેક શહેર માં લાગી જતા હોય છે. આ વર્ષે પણ શિયાળાની ઠંડી ની શરૂઆત થઇ ગઇ છે, પરંતુ કોરોના ની મહામારી ને કારણે આ વર્ષે અમદાવાદ શહેર ના જુદા જુદા વિસ્તારોમાં લાગતું તિબેટીયન સ્વેટર બજાર લાગ્યું નથી. જોકે દિલ્હીમાં તૈયાર થયેલા જેકેટ નું વેચાણ કરવા યુ.પી, દિલ્હી ના યુવાનો શહેરના ફૂટપાથો પર આવી ગયા છે. દરેક વિસ્તારોની લારીઓ, પાથરણાં માં જુદા જુદા મટીરીયલ માં તૈયાર થયેલા સ્વેટર, જેકેટ નું વેચાણ પણ શરૂ થઇ રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ વર્ષે ફૂટપાથો, ખુલ્લી જગ્યાઓ, લારીઓ માં રંગબેરંગી બ્લેન્કેટ નું વેચાણ મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે.
ઉત્તર ભારતમાં તૈયાર થયેલા ધાબળાંનું વેચાણ વઘુ
શો રૂમ અને મોલ કરતા ગરમ કપડાં નું વેચાણ માર્ગો પરના ફૂટપાથો, લારીઓ અને ચોક્કસ સ્થળો પર ભરાતા ગરમ કપડાં ના બજારો માં વધારે થાય છે. દર વર્ષે ગરમ ટોપીઓ, હાથ મોજાં અને ગરમ કપડાં ની જે વેરાઇટી જોવા મળતી હતી. આ વર્ષે ઉત્તર ભારતમાં તૈયાર થયેલાં વિવિધ રંગો ના ધાબળાં માં વેરાઇટી જોવા મળી રહી છે.