ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં રાજા રજવાડાઓની ફેશન અને હસ્તકલાનું યોજાયું પ્રદર્શન - રોયલ ફેબ્લ્સ હસ્તકલા ન્યુઝ

અમદાવાદઃ દેશના રાજા રજવાડાઓની ફેશન અને વિસરાઈ ગયેલી હસ્તકલા લોકો સમક્ષ રજૂ કરતું રોયલ્સ ફેબલ્સ કલા પ્રદર્શન અમદાવાદમાં યોજવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશન પહેલા વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પણ યોજાયું હતું. જેમાં દેશના 35 રાજવી પરિવારોની ફેશન અને સંસ્કૃતિ રજૂ કરવામાં આવી હતી. અને અમદાવાદના લોકોને પણ રાજવી પરિવારોની ફેશનનું ખ્યાલ આવે અને હેરિટેજ વિશે માહિતી મળે તે અંગે એક્ઝિબિશન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં રાજા રજવાડાઓની ફેશનનું રોયલ ફેબ્લ્સ હસ્તકલાનું પ્રદર્શન યોજાયું
અમદાવાદમાં રાજા રજવાડાઓની ફેશનનું રોયલ ફેબ્લ્સ હસ્તકલાનું પ્રદર્શન યોજાયું

By

Published : Dec 6, 2019, 2:35 PM IST

આ એક્ઝિબિશનમાં દેશભરમાંથી લોકો પોતાનું રોયલ કલેક્શન લઈને આવ્યા હતા. જેમાં જ્વેલરી ,ફૂટવેર કલેક્શન અને રોયલ ફેમિલીના આઉટફિટ પણ જોવા મળ્યા હતા. આ પ્રસંગે વડોદરા, રાજકોટ , રામપુરના રાજા અને મહારાણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદમાં રાજા રજવાડાઓની ફેશનનું રોયલ ફેબ્લ્સ હસ્તકલાનું પ્રદર્શન યોજાયું

આ પ્રસંગે વાત કરતા મહારાણી રાધિકા રાજે ગાયકવાડે જણાવ્યું હતું કે, પહેલીવાર રાજવી પરિવારો આ રીતે એકત્ર થઇ રહ્યા છે. અને તેમની હસ્તકલા અને સંસ્કૃતિને લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે. ભારતની સંસ્કૃતિ અને વારસો જીવંત રાખવા માટે આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે અમે પ્રયત્નશીલ છે.

ABOUT THE AUTHOR

...view details