અમદાવાદઃ મહાર સમુદાય સાથે સંકળાયેલા લોર્ડ બુધ્ધા ફાઉન્ડેશન દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે, ગુજરાત સરકાર વર્ષ 1960 પહેલા ગુજરાતની સીમામાં રહેતા મહાર સમુદાયના લોકોને જ અનુસૂચિત જાતિમાં સામેલ કરે છે જે જે સમુદાયના અધિકારોનું ઉલ્લંઘન છે. હાઇકોર્ટમાં દાખલ કરેલી રિટમાં ગુજરાત સરકારના ઠરાવને પડકારવામાં આવ્યો છે.
અનુસૂચિત જાતિ મુદ્દે મહાર સમુદાયને લાગતા ઠરાવને હાઇકોર્ટમાં પડકારાયો - scheduled caste issue
બોમ્બે પ્રાંતથી અલગ થયેલા ગુજરાત રાજ્યમાં વર્ષ 1960 કે તે પહેલાંથી રહેતા મહાર સમૂદાયના લોકોને અનુસૂચિત જાતિનો સ્ટેટસ મળશે તેવા ઠરાવને પડકારતી રિટ મુદ્દે બુધવારે હાઈકોર્ટે રાજ્ય સરકાર, સામાજિક ન્યાય વિભાગને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 11મી માર્ચના રોજ હાથ ધરવામાં આવશે.
the-resolution-of-the-mahar-community-on-the-scheduled-caste-issue
નોંધનીય છે કે વર્ષ 1960 પહેલા મહારાષ્ટ્ર અને વર્તમાન ગુજરાત રાજ્યમાં વસતા મહાર સમુદાયના લોકોને સરકાર દ્વારા અનુસૂચિત જાતિનો સ્ટેટ્સ આપવામાં આવ્યો હતો.